Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : King Kohli won everyone's hearts! See what Virat did on the field in honor of captain Shubman Gill

VIDEO: કિંગ કોહલીએ જીત્યાં સૌના દિલ! જુઓ કેપ્ટન શુભમન ગિલના સન્માનમાં વિરાટે મેદાન પર શું કર્યું

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમે શાનદાર વાપસી કરીને યજમાન ટીમને 6 વિકેટે પરાજય આપ્યો છે. ટી20 શ્રેણીમાં 0-4થી કારમી હાર બાદ ભારતીય વનડે ટીમે આ જીત સાથે ધમાકેદાર શરૂઆત કરી છે. જો કે, મેચ પૂરી થયા બાદ મેદાન પર વિરાટ કોહલીએ ભારતીય ટીમના યુવા કેપ્ટન શુભમન ગિલ માટે જે ઉદારતા અને સન્માન દર્શાવ્યું, તેણે કરોડો ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા છે અને આ ક્ષણનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

App Store

વિરાટ કોહલીએ કેપ્ટન ગિલને કહી ‘લીડ’ કરવા આજીજી

બર્મિંગહામ ખાતે મેચ પૂરી થયા બાદ જ્યારે બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવવા માટે મેદાન પર આવી રહ્યા હતા, ત્યારે વિરાટ કોહલી ભારતીય લાઇન-અપમાં સૌથી આગળ ઉભો હતો. સામાન્ય રીતે સિનિયર ખેલાડી તરીકે વિરાટ આગળ વધી શક્યા હોત, પરંતુ તેમણે ખેલદિલી અને કેપ્ટન પદની ગરિમા જાળવી રાખી હતી. વિરાટે પોતે આગળ જવાના બદલે દોડીને આવી રહેલા કેપ્ટન શુભમન ગિલને ઈશારો કરીને સૌથી આગળ જવા કહ્યું અને પોતે ગિલની પાછળ ઉભો રહી ગયો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફેન્સ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના આ અદભુત જેસ્ચરની દિલ ખોલીને પ્રશંસા કરી રહ્યા છે.

મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો કેપ્ટન શુભમન ગિલ

આ મેચમાં શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા 75 બોલમાં 80 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી, પરંતુ મેચ દરમિયાન તે હેમસ્ટ્રિંગ અને ગ્રોઇનની ઈજા ફરી વકરી હતી. 23મી ઓવરમાં ગિલ રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. મેદાન પર તેણે 3 વખત ફિઝિયોની મદદ લીધી હતી અને રન દોડતી વખતે તેના ચહેરા પર ઈજાની પીડા સ્પષ્ટ દેખાતી હતી. હાલમાં ગિલની ઈજા કેટલી ગંભીર છે તે અંગે કોઈ સત્તાવાર મેડિકલ અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી.

અક્ષર પટેલના 4 વિકેટ અને ઓલરાઉન્ડ પ્રદર્શનથી ભારત વિજેતા

મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી અને જો રૂટ તેમજ લિયમ ડોસનની મદદથી ભારત સામે 259 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. ભારત તરફથી બોલિંગમાં અક્ષર પટેલે ઘાતક બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્ના અને ગુરનૂર બરારને 2-2 વિકેટ મળી હતી. રન ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમે 6 વિકેટ બાકી રાખીને સરળતાથી લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. ભારત તરફથી શુભમન ગિલ ઉપરાંત વોશિંગ્ટન સુંદરે (52 રન) અને અક્ષર પટેલે (57 રન) અડધી સદી ફટકારીને જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.