Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Email filled with rumors of bomb blast in Surat court building, intensive checking by police

VIDEO: સુરત કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ બ્લાસ્ટની અફવા ભર્યો ઈમેલ, પોલીસનું સઘન ચેકિંગ

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલી કોર્ટ બિલ્ડિંગને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કોર્ટના સત્તાવાર સરકારી ઈ-મેલ આઈડી પર આ ધમકીભર્યો મેલ આવ્યો હતો, જેમાં બિલ્ડિંગમાં બોમ્બ હોવાનો દાવો કરાયો હતો. ધમકીભર્યો ઈમેલ મળતા જ સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને ઉચ્ચ અધિકારીઓ સહિત કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સમગ્ર કોર્ટ બિલ્ડિંગ તેમજ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસ અને ચેકિંગ દરમિયાન કોઈ પણ વાંધાજનક સામગ્રી મળી આવી નથી, જેથી આ એક અફવા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ ખોટો ઈમેલ કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

App Store