Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Is the end of Gautham's coaching career? Sensational claim that Gambhir's chair is in danger!

VIDEO: શું ગૌતમની કોચિંગ કરિયરનો અંત? ગંભીરની ખુરશી જોખમમાં હોવાનો સનસનીખેજ દાવો!

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર માટે મુશ્કેલીના વાદળો ઘેરાયા છે. ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 મેચોની T20I શ્રેણીમાં ભારતીય ટીમને સતત 3 મેચોમાં મળેલી કારમી હાર અને 3-0થી શ્રેણી ગુમાવ્યા બાદ હવે હેડ કોચ તરીકે ગંભીરની નોકરી જોખમમાં હોવાના અહેવાલો વહેતા થયા છે. સૂર્યકુમાર યાદવ બાદ શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ ટીમ ઇન્ડિયાના સતત કથળતા પ્રદર્શન અને રણનીતિઓ ફ્લોપ સાબિત થતાં સોશિયલ મીડિયાથી લઈને ક્રિકેટ ગલીયારામાં ગંભીરના ભવિષ્યને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.

App Store

શું ગૌતમ ગંભીરની રજા થશે? રિપોર્ટનું મોટું વિશ્લેષણ

સૂત્રો અને તાજેતરના અહેવાલો અનુસાર, માર્ચ 2026માં ભારતને T20 વર્લ્ડ કપ જીતાડ્યા બાદથી ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. આયરલેન્ડ પ્રવાસ પર 0-2થી મળેલી શરમજનક હાર અને હવે ઇંગ્લેન્ડ સામે ચોથી T20I મેચમાં 9 વિકેટે થયેલા પરાજય બાદ બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીઓ અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે ગંભીર મંથન શરૂ થયું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો ભારતીય ટીમ વર્ષ 2026ના અંત સુધીમાં ICC T20I રેન્કિંગમાં પોતાનું નંબર વન સ્થાન ગુમાવશે અને લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 માટે ડાયરેક્ટ ક્વાલિફિકેશન મેળવવામાં નિષ્ફળ રહેશે, તો હેડ કોચ ગૌતમ ગંભીર પર મોટી કાર્યવાહી થઈ શકે છે.

ટીમ સિલેક્શન અને પ્રયોગો પર ઉઠ્યા સવાલો

ગૌતમ ગંભીર અને કેપ્ટન શ્રેયસ અય્યરની જોડી હજુ સુધી એક પણ મેચ જીતવામાં સફળ રહી નથી. છેલ્લા 6 મુકાબલામાંથી ભારત 5 મેચ હારી ચૂક્યું છે. ઇંગ્લેન્ડ સામેની ચોથી T20I મેચમાં પણ પાવરપ્લેમાં અર્શદીપ સિંહ પાસે સતત બોલિંગ ન કરાવવાનો નિર્ણય અને ઓપનિંગમાં અભિષેક શર્મા (16 રન) તેમજ વૈભવ સૂર્યવંશી (15 રન)ના સતત ફ્લોપ શો છતાં પણ મિડલ ઓર્ડરમાં શિવમ દુબે (22 રન)ને પ્રમોટ કરવા જેવા અણધાર્યા પ્રયોગોને કારણે ગંભીરની કોચિંગ શૈલી અને રણનીતિ પર આંગળીઓ ચિંધાઈ રહી છે.

હાલમાં ભારત આઈસીસી રેન્કિંગમાં ટોચ પર છે, પરંતુ જો ઇંગ્લેન્ડ સામેની બાકીની મેચો પણ ભારત હારી જશે, તો નંબર વનનો તાજ છીનવાઈ જશે, જેનાથી ગંભીર પરનું દબાણ આગામી દિવસોમાં બેવડાઈ જશે.