Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL 2026 playoff rain rules who will get benefit

VIDEO: IPL 2026ની પ્લેઓફ મેચ રદ્દ થઈ તો કોને થશે ફાયદો? જાણો શું છે નોકઆઉટ મુકાબલાના નિયમો

Timeછેલ્લું અપડેટ : 26 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL 2026ની પ્લેઓફ મેચોની શરૂઆત થવા જઈ રહી છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), ગુજરાત ટાઈટન્સ (GT), સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) એ ક્વોલિફાય કર્યું છે. પરંતુ ક્રિકેટ રસિકો માટે ચિંતાના સમાચાર એ છે કે મંગળવાર, 26 મેના રોજ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાનારા ક્વોલિફાયર-1 (RCB vs GT) મેચ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે. આવી સ્થિતિમાં પ્લેઓફ અને ફાઈનલ મેચો માટે વરસાદના નિયમો શું છે અને કઈ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે? જાણીએ તેની સંપૂર્ણ વિગતો...

App Store

ક્વોલિફાયર-1: RCB vs GT (26 મે, ધર્મશાલા)

આ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો મંગળવારે વરસાદના કારણે મેચ રદ્દ થાય છે, તો નિયમ મુજબ પોઈન્ટ ટેબલમાં ઉપર રહેલી ટીમ વિજેતા બનશે. એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સીધી ફાઈનલમાં પહોંચી જશે અને ગુજરાત ટાઈટન્સ (GT) ને ક્વોલિફાયર-2 રમવું પડશે.

એલિમિનેટર મેચ : SRH vs RR (27 મે, મુલ્લાનપુર - ન્યૂ ચંદીગઢ)

આ મેચ માટે પણ કોઈ રિઝર્વ ડે નથી. જો સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ વરસાદમાં ધોવાઈ જાય, તો પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહેલી હૈદરાબાદની ટીમ ક્વોલિફાયર-2માં પહોંચશે અને ચોથા સ્થાને રહેલી રાજસ્થાન રોયલ્સ (RR) ની સફર અહીં જ પૂરી થઈ જશે.

ક્વોલિફાયર-2: (29 મે, મુલ્લાનપુર)

ક્વોલિફાયર-1ની હારેલી ટીમ અને એલિમિનેટરની વિજેતા ટીમ વચ્ચે શુક્રવાર, 29 મેના રોજ આ મેચ રમાશે. આ મહત્ત્વની મેચ માટે પણ કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો આ મેચ વરસાદના કારણે રદ્દ થાય, તો ક્વોલિફાયર-1 રમીને આવેલી ટીમને ફાયદો થશે અને તે ફાઈનલમાં પહોંચશે.

IPL 2026 ફાઈનલ : (31 મે, અમદાવાદ)

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 31 મેના રોજ રમાનારા ફાઈનલ મુકાબલા માટે સ્પષ્ટપણે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો 31 મેના રોજ વરસાદના કારણે ફાઈનલ મેચ પૂરી ન થઈ શકે, તો બાકીની રમત આગલા દિવસે એટલે કે 1 જૂનના રોજ રિઝર્વ ડે પર રમાડવામાં આવશે.

આમ IPL પ્લેઓફમાં વરસાદ પડશે તો સૌથી વધુ રાજસ્થાનને નુકસાન થઈ શકે છે. એટલે કે ટીમ સીધી બહાર ફેકાઈ શકે છે, જ્યારે ગુજરાત માટે રાહતની વાત એ છે કે, જો ક્વોલિફાયર-1માં વરસાદ પડશે તો તે સીધી ક્વોલિફાયર-2માં આવી જશે. અને જો ક્વોલિફાયર-2માં પણ વરસાદ પડે તો ગુજરાત સીધી ફાઈનલમાં આવી જશે.