VIDEO: DC vs PBKS / અજેય પંજાબ કિંગ્સ સાથે થશે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો, ટીમમાં થઈ શકે છે ફેરફાર
દિલ્હી કેપિટલ્સ પાસે તેના હોમ ગ્રાઉન્ડ પર ફરીથી લય મેળવવાની સુવર્ણ તક છે. ટીમ આજે (25 એપ્રિલ) અરુણ જેટલી સ્ટેડિયમમાં પોતાની ચોથી જીતની શોધમાં રમવા ઉતરશે, જ્યાં તેણે આગામી ચારમાથું ત્રણ મેચ ઘરઆંગણે રમવાની છે. હાલમાં, દિલ્હી ત્રણ જીત તેમજ ત્રણ હાર અને છ પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે.
જો ટીમ આ તમામ હોમ મેચ જીતી જાય છે, તો તે 12 પોઈન્ટ સાથે પ્લેઓફની દોડમાં મજબૂતીથી જગ્યા બનાવી શકે છે. દિલ્હીની ટીમ સંતુલિત દેખાય છે, પરંતુ તેની બોલિંગ તેની સૌથી મોટી તાકાત અને ચિંતા બંને રહી છે. કેએલ રાહુલ અને પથુમ નિસાંકાએ ટીમ માટે મજબૂત શરૂઆત પૂરી પાડી છે.
દિલ્હીની બોલિંગ અને બેટિંગ
યુવા બેટ્સમેન સમીર રિઝવી પણ સારા ફોર્મમાં છે, જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સ મિડલ ઓર્ડરમાં વિશ્વસનીય ભૂમિકા ભજવી રહ્યો છે. જોકે, અનુભવી ડેવિડ મિલરનું બેટ છેલ્લી બે મેચમાં શાંત રહ્યું છે, જેના કારણે ટીમને નુકસાન થયું છે. તેની વાપસી દિલ્હી માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
બોલિંગની વાત કરીએ તો, દિલ્હીના બોલર્સે તાજેતરની મેચોમાં અપેક્ષા મુજબ પ્રદર્શન નથી કર્યું. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ફક્ત કેપ્ટન અક્ષર પટેલ જ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. વધુમાં, મુકેશ કુમાર, લુંગી ન્ગીડી, કુલદીપ યાદવ અને ટી નટરાજન મોંઘા સાબિત થયા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ સામે પણ વિકેટ લેવામાં નિષ્ફળતા સ્પષ્ટ હતી.
દિલ્હી સામે પંજાબનો પડકાર
દિલ્હી સામે હવે પંજાબ કિંગ્સનો પડકાર છે, જે આ સિઝનમાં હજુ સુધી એક પણ મેચ નથી હારી અને પોઈન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન ધરાવે છે. પંજાબના પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યા ઝડપી શરૂઆત આપવામાં સક્ષમ છે, જ્યારે કૂપર કોનોલી અને શ્રેયસ અય્યર મિડલ ઓર્ડરમાં મેચનું પાસું બદલી શકે છે. બોલિંગમાં, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ કોઈપણ બેટિંગ ઓર્ડરને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. તેથી, દિલ્હી માટે જીતની ચાવી તેની બોલિંગ સુધારો અને તેના બેટ્સમેનોની નિરંતરતામાં રહેલી છે. ઘરઆંગણાની પરિસ્થિતિઓનો લાભ લઈને જ ટીમ તેમની પ્લેઓફની આશાઓને જીવંત રાખી શકે છે.
IPL 2026 માટે બંને ટીમો
દિલ્હી કેપિટલ્સ ટીમ: અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ, કરુણ નાયર, ડેવિડ મિલર, પથુમ નિસાંકા, સાહિલ પારખ, પૃથ્વી શો, અભિષેક પોરેલ, ટ્રીસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, અજય મંડલ, ત્રિપુરાના વિજય, માધવ તિવારી, આકિબ નબી ડાર, નીતિશ રાણા, ટી. નટરાજન, મુકેશ કુમાર, દુષ્મંથા ચમીરા, લુંગીસાની એનગીડી, કાઈલ જેમીસન, કુલદીપ યાદવ.
પંજાબ કિંગ્સ ટીમઃ શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્યા, પાયલા અવિનાશ, હરનુર સિંહ, પ્રભસિમરન સિંહ, વિષ્ણુ વિનોદ, નેહલ વઢેરા, અઝમતુલ્લા ઉમરઝઈ, કૂપર કોનોલી, માર્કો યાનસન, મુશિર ખાન, મિચેલ ઓવેન, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનીસ, સૂર્યાંશ શેડગે, અર્શદીપ સિંહ, ઝેવિયર બાર્ટલેટ, યુઝવેન્દ્ર ચહલ, પ્રવીણ દુબે, બેન દ્વારશુઈસ, લોકી ફર્ગ્યુસન, હરપ્રીત બરાર, વિશાલ નિષાદ, વિજયકુમાર વૈશાખ, યશ ઠાકુર.

