Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Will MS Dhoni play in IPL 2026 or not CSK's batting coach has clarified

VIDEO: એમએસ ધોની IPL 2026માં મેચ રમશે કે નહીં? હવે ટીમના બેટિંગ કોચે કરી સ્પષ્ટતા

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહેન્દ્ર સિંહ ધોની IPL 2026માં ક્યારે મેદાનમાં પરત ફરશે, તેને લઈને ફેન્સની આતુરતા સતત વધી રહી છે. ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ધોની રમશે તેવી આશા હતી, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે જ્યારે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી ત્યારે તેમાં ધોનીનું નામ નહોતું. 

App Store

ધોનીની ઈજા બાબતે માઈકલ હસીએ આપી મોટી જાણકારી

આ બાબતે સ્પષ્ટતા કરતા બેટિંગ કોચ માઈકલ હસીએ જણાવ્યું કે, ધોની હાલમાં 100% ફિટ નથી. તે નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે પરંતુ તેને વિકેટો વચ્ચે દોડવામાં મુશ્કેલી પડી રહી છે. 44 વર્ષીય ધોની અત્યારે 'કાફ મસલ' (Calf Muscle) ની ઈજાનો સામનો કરી રહ્યો છે, જે તેને સિઝન શરૂ થયા પહેલા પ્રેક્ટિસ દરમિયાન થઈ હતી.

ગુજરાત ટાઈટન્સ કે મુંબઈ સામેની મેચમાં મળી શકે છે એન્ટ્રી

રિપોર્ટ્સ મુજબ, ધોની હવે આગામી બે મેચોમાં વાપસી કરી શકે છે. તે 26 એપ્રિલના રોજ ગુજરાત ટાઈટન્સ સામે અથવા 2 મેના રોજ ફરીથી મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં મેદાન પર જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ધોની IPLના ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે, જેણે પોતાની આગેવાનીમાં ચેન્નાઈને 5 વખત ખિતાબ જીતાડ્યો છે. અત્યાર સુધીમાં રમાયેલી 278 મેચોમાં તેના નામે 5439 રન નોંધાયેલા છે. ધોનીની વાપસી માત્ર ચેન્નાઈ માટે જ નહીં પરંતુ સમગ્ર ટુર્નામેન્ટ અને તેના લાખો ફેન્સ માટે પણ ખૂબ જ મહત્ત્વની સાબિત થશે.