IND vs AUS / સંજુ સેમસન ફરી બહાર બેસશે? હર્ષિત રાણાની થશે વાપસી! ચોથી મેચમાં આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન

હોબાર્ટમાં જીત સાથે, ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની T20I સિરીઝ 1-1થી બરાબર કરી દીધી છે. સિરીઝની ચોથી અને મહત્ત્વપૂર્ણ મેચ હવે 6 નવેમ્બરે ક્વીન્સલેન્ડમાં રમાશે. ત્રીજી T20Iમાં ભારતીય ટીમનું પ્રદર્શન પ્રભાવશાળી હતું. અર્શદીપ સિંહે બોલિંગમાં તબાહી મચાવી અને ત્રણ વિકેટ લીધી હતી.
આ દરમિયાન, વોશિંગ્ટન સુંદરે તેની આક્રમક બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. સૂર્યા અને કંપનીની નજર ચોથી T20Iમાં આ પ્રદર્શનનું પુનરાવર્તન કરવા પર હશે. જ્યારે યજમાન ટીમ તેમની હારનો બદલો લેવાનો પ્રયાસ કરશે. ચાલો ચોથી T20I માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સંભવિત ફેરફારો પર એક નજર કરીએ.
શું સંજુ સેમસન ફરીથી બહાર બેસશે?
બીજી T20Iમાં બેટ સાથે ખરાબ પ્રદર્શન બાદ હોબાર્ટમાં સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. જિતેશ શર્માને તેના સ્થાને તક આપવામાં આવી હતી. જિતેશે ટીમ મેનેજમેન્ટના વિશ્વાસ પર ખરા ઉતરીને 13 બોલમાં 22 રન બનાવ્યા. આ જ કારણ છે કે કેપ્ટન સૂર્યકુમાર યાદવ ચોથી T20Iમાં જિતેશને બીજી તક આપી શકે છે. આનો અર્થ એ થયો કે સંજુ સેમસન ફરી એકવાર પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ શકે છે.
હર્ષિતની વાપસી
શિવમ દુબે ત્રીજી T20Iમાં બોલ સાથે ફ્લોપ રહ્યો હતો. તેણે માત્ર ત્રણ ઓવરમાં 43 રન આપ્યા. તેને બેટિંગ કરવાની પણ તક નહતી મળી. તેથી, ટીમ ઈન્ડિયા તેના બોલિંગ એટેકને મજબૂત બનાવવા માટે ચોથી T20Iમાં હર્ષિત રાણાને પ્લેઈંગ ઈલેવનમાં પાછા લાવવાનું વિચારી શકે છે. હર્ષિતે બીજી T20Iમાં બેટિંગમાં પણ યોગદાન આપ્યું હતું અને 35 રન બનાવ્યા હતા. વોશિંગ્ટન સુંદરે તકનો લાભ ઉઠાવ્યો અને માત્ર 23 બોલમાં 49 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયા સંભવિત પ્લેઈંગ 11
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જિતેશ શર્મા, શિવમ દુબે/હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ.

