IND vs SL / ભારતીય ટીમે જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરવા ઉતરશે; જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

સોર્સ : gstv
ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ ગોલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આજે (15 ઓગસ્ટ) મેચનો પહેલો દિવસ છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. તમને જણાવી દઈએ કે આ ભારતીય ટીમની 600મી ટેસ્ટ મેચ છે. જે તેને વધુ ખાસ બનાવે છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
શ્રીલંકા: ધનંજય ડી સિલ્વા (કેપ્ટન), લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, સોનલ દિનુશા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવાંથા, પ્રભાત જયસૂર્યા, લાહિરુ કુમારા, અસિથા ફર્નાન્ડો

