VIDEO: ભારતીય ટીમ એશિયન ગેમ્સમાં જાપાન સામે હારતા માંડ બચી
એશિયન ગેમ્સમાં ભારત-જાપાન વચ્ચે રમાયેલો મુકાબલો હાઈવોલ્ટેજ ડ્રામાથી ભરપૂર રહ્યો. એક તરફ મનાતા મુકાબલામાં ભારતને માત્ર 2 રનથી જીત મળી. આ મુકાબલાને રોમાંચક બનાવવા માટે પીચના મીજાજથી લઈને અમ્પાયર સાથેની અય્યરની ચકમક સાથે અંતિમ ઓવરમાં અક્ષર પટેલનું પ્રદર્શન પણ ચર્ચામાં રહ્યું. પાંચ ઓવરના મુકાબલામાં અભિષેક શર્મા ખાતુ પણ ન ખોલાવી શક્યો..તો બીજી તરફ સેમસન અને ઈસાન કિશન ડબલ ફિગરમા પણ પહોંચ્યો. પાંચ ઓવરમાં અય્યરે 16 રન બનાવ્યાં અને ટીમની ઈનિંગમાં માત્ર બે બાઉન્ડ્રી જ જોવા મળી. 34 રનના ટાર્ગેટના જવાબમાં જાપાનની ટીમ પાસે ઐતિહાસિક જીતની તક હતી પરંતુ વોશિંગ્ટન સુંદરે બે વિકેટના સ્પેલ સાથે આ મુકાબલો અંતિમ ઓવર સુધી રોમાંચક બનાવી દીધો. અંતિમ ઓવરમાં અક્ષર પટેલે 8 રન ડિફેન્ડ કર્યાં અને ટીમ ઈન્ડિયાને હારથી બચાવી. અક્ષર પટેલ 2 ઓવરમાં માત્ર 7 રન આપી જીતનો હીરો રહ્યો.

