IND vs SL / કોલંબો પહોંચી ભારતીય ટીમ, ઈન્ડિયા હાઉસ ખાતે એક યાદગાર સાંજ વિતાવી

શુભમન ગિલના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયા ગોલથી કોલંબો પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા બે મેચની સિરીઝની પહેલી મેચ જીતી ચૂકી છે અને હવે બીજી મેચ ચાલી રહી છે. કોલંબો પહોંચ્યા પછી, બધા ખેલાડીઓ ઈન્ડિયા હાઉસની પણ મુલાકાત લીધી, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. 23 ઓગસ્ટથી શરૂ થનારી આગામી મેચની તૈયારીઓ હવે ચાલી રહી છે.
ટીમ ઇન્ડિયા કોલંબો ખાતે ઈન્ડિયા હાઉસ ખાતે પહોંચી, ભારતીય હાઈ કમિશનરે સ્વાગત કર્યું
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસ પર છે. સિરીઝની પહેલી મેચ ગોલમાં રમાઈ હતી, જ્યાં ટીમ ઈન્ડિયાએ લીડ મેળવી હતી. બીજી મેચ હવે 23 ઓગસ્ટે કોલંબોમાં રમાશે. દરમિયાન, ગિલના નેતૃત્વવાળી ભારતીય ટીમ ગુરુવારે સાંજે કોલંબો પહોંચી. ટીમે ત્યાં એક યાદગાર સાંજ વિતાવી. શ્રીલંકામાં ભારતના હાઈ કમિશનર સંતોષ ઝાએ તમામ ખેલાડીઓને ઈન્ડિયા હાઉસમાં આમંત્રણ આપ્યું હતું, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આના કેટલાક ફોટા BCCI દ્વારા સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન ખેલાડીઓએ સંતોષ ઝા સાથે ફોટો પડાવ્યો હતો અને કેપ્ટન શુભમન ગિલે ભાષણ પણ આપ્યું હતું.
સિરીઝની પહેલી મેચ જીતીને ટીમ ઈન્ડિયાનો PCT વધ્યો
બીજી ટેસ્ટ માટે વધુ સમય બાકી નથી, તેથી ટીમ તૈયારીઓ શરૂ કરવાની છે. બીજી મેચ રવિવારથી શરૂ થશે. ટીમે પહેલી મેચ જીતીને 1-0થી લીડ મેળવી લીધી છે, પરંતુ ભારત આગામી મેચ જીતીને શ્રીલંકાને વ્હાઇટવોશ કરવાનો પ્રયાસ કરશે. ટીમ ઈન્ડિયાએ પહેલી મેચ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાનો PCT વધાર્યો છે, પરંતુ તેને રેન્કિંગનો કોઈ ફાયદો નથી થયો. ટીમ પહેલા પોઈન્ટ્સ ટેબલમાં પાંચમા ક્રમે હતી અને તે ત્યાં જ છે. ટીમ આગામી મેચ જીતીને પોતાનો PCT તેમજ રેન્કિંગ વધારવા માંગશે.
ટીમ ઈન્ડિયા બીજી મેચમાં પણ જોરદાર પ્રદર્શન કરી શકે છે
સિરીઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ જેવું પ્રદર્શન કર્યું હતું, તે જોઈને લાગે છે કે આગામી મેચમાં પણ ભારતનું પલડું ભારે હોઈ શકે છે. જોકે, કેપ્ટન શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ હજુ સુધી મોટી ઈનિંગ્સ નથી રમી શક્યા. દરમિયાન, સારા સમાચાર એ છે કે દેવદત્ત પડિક્કલ અને રિષભ પંત સારી બેટિંગ કરી રહ્યા છે, અને માનવ સુથાર સારી બોલિંગ કરી રહ્યો છે. આગામી મેચમાં ટીમ કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું બાકી છે.
શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતની ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ટીષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનુર બરાર, દેવદત્ત પડિક્કલ, સારાંશ જૈન, આકિબ નબી.

