Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Indian team announced for match against South Africa

કેપ્ટન તરીકે વાપસી કરશે રિષભ પંત, સાઉથ આફ્રિકા સામેની મેચ માટે જાહેર થઈ ભારતીય ટીમ

Timeછેલ્લું અપડેટ : 21 Oct 2025
લાઇવ ટીવીGoogle News
કેપ્ટન તરીકે વાપસી કરશે રિષભ પંત, સાઉથ આફ્રિકા સામેની મેચ માટે જાહેર થઈ ભારતીય ટીમ
સોર્સ : GSTV

ઈજાને કારણે લાંબા સમયથી મેદાનથી દૂર રહેલા ભારતીય વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. તે સંપૂર્ણ ફિટનેસ મેળવ્યા પછી મેદાનમાં વાપસી કરવા માટે તૈયાર છે. જુલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસની ચોથી ટેસ્ટ દરમિયાન પંતને ઈજા થઈ હતી અને ત્યારથી તે રમતથી દૂર છે. ઈંગ્લેન્ડમાં પગમાં ફ્રેક્ચર થવાને કારણે લગભગ ત્રણ મહિના સુધી સાઈડલાઈન રહ્યા બાદ પંત સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછો ફરશે. આ વાપસી સાઉથ આફ્રિકા સામે ભારતની હોમ સિરીઝ પહેલા થઈ છે, જેમાં બે ટેસ્ટ, ત્રણ ODI અને પાંચ T20 મેચનો સમાવેશ થશે.

App Store

BCCIની સિનિયર મેન્સ સિલેક્શન કમિટીએ સાઉથ આફ્રિકા-A સામે બે ચાર દિવસીય મેચ માટે ઈન્ડિયા-A ટીમની જાહેરાત કરી છે. બંને મેચ બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ખાતે રમાશે. આ મેચ માટે રિષભ પંતને ઈન્ડિયા-Aના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

સાઈ સુદર્શન વાઈસ કેપ્ટન બન્યો

વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને બંને મેચ માટે કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે, જ્યારે સાઈ સુદર્શન વાઈસ કેપ્ટન રહેશે. લાંબા સમય પછી પંતની ઘરેલુ ક્રિકેટમાં આ એક મહત્ત્વપૂર્ણ વાપસી માનવામાં આવે છે, જે સિલેક્ટર્સ અને ફેન્સ બંને માટે એક પ્રોત્સાહક સંકેત છે. ઈન્ડિયા-A અને સાઉથ આફ્રિકા-A વચ્ચેની પહેલી મેચ 30 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન રમાશે. ત્યારબાદ બંને ટીમો 6 નવેમ્બરથી 9 નવેમ્બર દરમિયાન ફરી એકબીજાનો સામનો કરશે. દેવદત્ત પડિક્કલ, વિકેટકીપર ધ્રુવ જુરેલ અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને પણ ચાર દિવસીય મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

પ્રથમ ચાર-દિવસીય મેચ માટે ટીમ: રિષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), આયુષ મ્હાત્રે, એન. જગદીસન (વિકેટકીપર), સાઈ સુદર્શન (વાઈસ કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર, હર્ષ દુબે, તનુષ કોટિયન, માનવ સુથાર, અંશુલ કંબોજ, યશ ઠાકુર, આયુષ બદોની, સારાંશ જૈન.

બીજી ચાર દિવસીય મેચ માટે ટીમ: રિષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), સાઈ સુદર્શન (વાઈસ કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, હર્ષ દુબે, તનુષ કોટિયન, માનવ સુથાર, ખલીલ અહેમદ, ગુરનુર બ્રાર, અભિમન્યુ ઈશ્વરન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.

આ મેચો દ્વારા સિલેક્ટર્સને યુવા ખેલાડીઓના પ્રદર્શન પર નજીકથી નજર રાખવા માંગશે, જ્યારે ઘણા સિનિયર ખેલાડીઓ તેમની ફિટનેસ અને ફોર્મનું મૂલ્યાંકન કરશે. આ સિરીઝમાં બધાની નજર રિષભ પંત પર રહેશે.

સાઉથ આફ્રિકા Aના ભારત પ્રવાસનું શેડ્યૂલ

પ્રથમ મલ્ટી-ડે મેચ: 30 ઓક્ટોબર-2 નવેમ્બર, સવારે 9:30 વાગ્યે (BCCI COE)
બીજી મલ્ટી-ડે મેચ: 6 નવેમ્બર-9 નવેમ્બર, સવારે 9:30 વાગ્યે (BCCI COE)