Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Indian sqaud for test series against West Indies will announce on this day

IND vs WI / થઈ ગયું કન્ફર્મ! વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે આ દિવસે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2025
લાઇવ ટીવીGoogle News
IND vs WI / થઈ ગયું કન્ફર્મ! વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે આ દિવસે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત
સોર્સ : Google

એશિયા કપ 2025 પછી તરત જ, ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ રમશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને ધ્યાનમાં રાખીને આ સિરીઝ મહત્ત્વપૂર્ણ રહેશે. વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ સિરીઝ 2 ઓક્ટોબરથી શરૂ થવાની છે. આ મેચ માટે ટીમ ઈન્ડિયાની સ્કવોડ ટૂંક સમયમાં જાહેર થવાની ધારણા છે. 

App Store

આ દિવસે જાહેર કરવામાં આવશે ટીમ

એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025માં, ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની સિરીઝ 2-2થી બરાબર કરી હતી. હવે, ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે 2-0થી જીત મેળવવી પડશે. તે પછી જ ટીમ ફાઈનલમાં સ્થાન મેળવવા માટે પોતાનો દાવો મજબૂત કરી શકશે. એક અહેવાલો અનુસાર, આ સિરીઝ માટે માટે ટીમ ઈન્ડિયાની પસંદગી 23 અથવા 24 સપ્ટેમ્બરના રોજ થઈ શકે છે.

જોકે, એ સ્પષ્ટ થઈ ગયું છે કે અજિત અગરકરની જૂની ટીમ આ ટેસ્ટ સિરીઝ માટે ટીમની પસંદગી કરશે. ગૌતમ ગંભીર અને શુભમન ગિલ હાલમાં ટેસ્ટ ટીમમાં નવા ફેરફારો કરી રહ્યા છે, જેની ઝલક ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં જોવા મળી હતી. અજિત અગરકરે તાજેતરમાં ઘણા મોટા નિર્ણયો લીધા છે. હવે, શ્રેયસ અય્યર અને અક્ષર પટેલની ટેસ્ટ ટીમમાં વાપસી તે મુખ્ય નિર્ણયોમાંથી એક સાબિત થઈ શકે છે.

ભારતની સંભવિત ટેસ્ટ ટીમ

યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, એન. જગદીસન (વિકેટકીપર).

ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ

  • પહેલી ટેસ્ટ - 2થી 6 ઓક્ટોબર - નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
  • બીજી ટેસ્ટ - 10થી 14 ઓક્ટોબર - અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી