IND vs JPN / ભારતે જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરવાનો લીધો નિર્ણય; 5 ઓવરની રમાશે મેચ

આજે ક્રિકેટ મેદાન પર એક ઐતિહાસિક મેચ રમાઈ રહી. ભારતીય T20 ક્રિકેટ ટીમ પહેલીવાર જાપાન સામે ટકરાઈ રહી છે. બંને ટીમો વચ્ચે આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ છે. આ મેચ સાનોમાં રમાઈ રહી છે. જાપાન ભારત કરતા ઘણી નબળી ટીમ માનવામાં આવે છે, અને તેથી, આ મેચ રેકોર્ડ બ્રેકિંગ પરિણામ જોવા મળે તેવી અપેક્ષા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. વરસાદે મેચમાં વિક્ષેપ પાડ્યો હોવાથી મેચ ફક્ત પાંચ ઓવર માટે રમાશે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: શ્રેયસ ઐય્યર (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ.
જાપાન: કેન્ડલ કડોવાકી-ફ્લેમિંગ (કેપ્ટન), લાચલાન યામામોટો લેક, રીઓ સાકુરાનો થોમસ, બેન્જામિન ઇટો ડેવિસ, વાટારુ મિયાઉચી, એલેક્ઝાન્ડર શિરાઈ પેટમોર (વિકેટકીપર), ચાર્લી હાર હિન્ઝ, ઇબ્રાહિમ તાકાહાશી, ડેકલાન સુઝુકી મેકકોમ્બ, માકોટો તાનિયામા, શોમા સુગયા સ્લેટર.

