મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs BAN / બીજી ઈનિંગમાં 146 રનમાં સમેટાઈ બાંગ્લાદેશની ટીમ, ભારતને મળ્યો આટલો ટાર્ગેટ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી 2 મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે

IND vs BAN / બીજી ઈનિંગમાં 146 રનમાં સમેટાઈ બાંગ્લાદેશની ટીમ, ભારતને મળ્યો આટલો ટાર્ગેટ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી 2 મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસે પોતાની આક્રમક રમતથી આ મેચને ઘણી રોમાંચક બનાવી દીધી છે. ચોથા દિવસે બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગ ભારતીય ટીમના બોલરોએ 233 રનના સ્કોર પર સમેટી હતી, ત્યારબાદ ભારતીય ટીમે T20 સ્ટાઇલમાં બેટિંગ કરીને બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગના સ્કોર સામે 52 રનની લીડ મેળવી હતી. ભારતની પ્રથમ ઈનિંગ 285 રનના સ્કોર પર ડિકલેર કરવામાં આવી હતી. જ્યારે ચોથા દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે બાંગ્લાદેશની ટીમે તેની બીજી ઈનિંગમાં 2 વિકેટના નુકસાન પર 26 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશની બીજી ઈનિંગ 146 રનમાં સમેટાઈ ગઈ

કાનપુર ટેસ્ટ મેચના 5મા દિવસે બાંગ્લાદેશની ટીમની બીજી ઈનિંગ માત્ર 146 રનમાં સમેટાઈ ગઈ છે. ભારતીય ટીમને આ મેચ જીતવા માટે 95 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારતીય ટીમ તરફથી બોલિંગમાં જસપ્રિત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી. જ્યારે આકાશ દીપ પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

આ સમાચાર શેર કરો