VIDEO: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો! નીરજ ચોપરાને સિલ્વર, યશવીર સિંહે જીત્યો બ્રોન્ઝ!
કોમનવેલ્થ ગેમ્સ 2026ના પુરુષ જેવલિન થ્રો ફાઇનલમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા બે મેડલ જીત્યા છે. નીરજ ચોપરાએ સિલ્વર મેડલ અને યશવીર સિંહે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. તો બીજી તરફ પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ પ્રારંભિક તબક્કામાં જ બહાર થઈ ગયો હતો.
ઠંડા હવામાન અને તેજ પવનો વચ્ચે આ રોમાંચક મુકાબલો રમાયો હતો. નીરજ ચોપરાએ પ્રથમ પ્રયાસમાં 80.97 મીટરનો થ્રો કર્યો હતો. બીજા પ્રયાસમાં તેમણે 85.83 મીટરનો શ્રેષ્ઠ થ્રો ફેંકીને મજબૂત સ્થિતિ બનાવી લીધી હતી. જોકે, શ્રીલંકાના રુમેશ પથિરાગેએ 89.75 મીટરનો વિશાળ થ્રો કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો.
નીરજ ચોપરા 85.83 મીટર સાથે સિલ્વર મેડલ પર રહ્યા, જ્યારે યશવીર સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો. શ્રીલંકાના રુમેશ પથિરાગેએ ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવ્યો હતો.
પાકિસ્તાનના અરશદ નદીમનો પહેલો થ્રો ફાઉલ રહ્યો હતો. પ્રારંભિક ત્રણ પ્રયાસો બાદ તે ટોપ-8માં સ્થાન બનાવી શક્યા નહોતો અને મેડલની રેસમાંથી બહાર થઈ ગયો હતો. ભારતના ત્રણેય એથલીટ નીરજ ચોપરા, રોહિત યાદવ અને યશવીર સિંહ ટોપ-8માં પહોંચ્યા હતા.

