Video: U19 એશિયા કપમાં ભારત ચેમ્પિયન, છેલ્લા બોલે પાકિસ્તાના હાથમાંથી બાજી આંચકી લીધી

સોર્સ: gstv

અન્ડર નાઈન્ટીન એશિયા કપની ફાઈનલમાં કટ્ટર હરિફ પાકિસ્તાન સામે દિલધડક જીત સાથે ભારતીય ટીમ ચેમ્પિયન બની. પાકિસ્તાને આપેલા 338 રનના ટાર્ગેટના જવાબમાં અંતિમ બોલ પર બાઉન્ડ્રી ફટકારી ગુજરાતના મોહિત ઉલ્વાએ પાકિસ્તાની ટીમના મોંઢામાં જીત જીતનો કોળિયો છીનવી લીધો. ચેઝ કરતા સમયે કેપ્ટન લક્ષ્યની 80 રનની ઈનિંગ બાદ એક સ્ટેજ પર ટીમ ઈન્ડિયાએ 217 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, તે બાદ મનન ચૌહાણની 47 રનની ઈનિંગ અને બાદમાં મોહિલ ઉલ્વાએ માત્ર 26 બોલમાં 49 રન ફટકારી કરોડો ક્રિકેટ ફેન્સના દિલ જીતી લીધા. અંતિમ બે ઓવરમાં જીત માટે 25 રનની જરૂર હતી, અંતિમ ઓવરમાં 8 રન અને અંતિમ બોલ પર ત્રણ રન. મોહિત ઉલ્વાએ અંતિમ બોલ પર બાઉન્ડ્રી સાથે પાકિસ્તાન સામે હારનો બદલો લીધો અને ટીમને ચેમ્પિયન બનાવી. આર્યવીર સેહવાગ 361 રન સાથે પ્લેઅર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો.

આ સમાચાર શેર કરો

જાહેરાત