IND vs ENG / પહેલી ODIમાં ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, પહેલા બોલિંગ કરશે ભારત; વિરાટ અને બુમરાહની થઈ વાપસી

T20 સિરીઝના પૂર્ણ થયા પછી, હવે ઈંગ્લેન્ડ અને ટીમ ઈન્ડિયા વચ્ચે ODI સિરીઝનો સમય આવી ગયો છે. સિરીઝની પહેલી મેચ આજે (14 જુલાઈ) એજબેસ્ટન ખાતે રમાઈ રહી છે. બંને ટીમો આ મેચ જીતીને સિરીઝમાં લીડ મેળવવાનો પ્રયાસ કરશે. ફેન્સની નજર રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી પર હશે. પહેલી મેચમાં ના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં શુભમન ગિલના નેતૃત્વ હેઠળ મેદાનમાં ઉતારશે, જ્યારે ઇંગ્લેન્ડનું નેતૃત્વ હેરી બ્રુક કરશે. આ સિરીઝ ખૂબ જ રોમાંચક રહેવાની અપેક્ષા છે. ઇંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાનું ODI પ્રદર્શન પ્રભાવશાળી છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, અક્ષર પટેલ, ગુરનુર બરાર, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ઈંગ્લેન્ડ: જેકબ બેથેલ, બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, જોફ્રા આર્ચર, લિયામ ડોસન, જોશ ટંગ, આદિલ રશીદ.

