Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs AUS: This player may be eliminated along with Harshit in the third T20 match, this may be the playing eleven

IND vs AUS: ત્રીજી T20 મેચમાં હર્ષિતની સાથે આ ખેલાડીનું પત્તું કપાઈ શકે, આવી હોઈ શકે પ્લેઈંગ ઈલેવન

Timeછેલ્લું અપડેટ : 01 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IND vs AUS: ત્રીજી T20 મેચમાં હર્ષિતની સાથે આ ખેલાડીનું પત્તું કપાઈ શકે, આવી હોઈ શકે પ્લેઈંગ ઈલેવન
સોર્સ : GSTV

આવતીકાલે ક્રિકેટ રસિકો માટે સુપર સન્ડે છે. કેમ કે, એક તરફ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ રમાશે, તો બીજી તરફ મહિલા વનડે WCની ફાઈનલ મેચમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મોટો મુકાબલો થશે. ત્યારે આ બંને મેચ ક્રિકેટના ચાહકોની નજર રહેશે.

App Store

ભારત માટે 'કરો યા મરો' જેવી મેચ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાયેલી બીજી T20I મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર મળી છે. આ હાર સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પહેલી મેચ વરસાદને કારણે રદ્દ થતા, હવે ભારતીય ટીમે સીરિઝ જીતવાની છેલ્લી તક જાળવી રાખવા માટે બાકીની ત્રણેય મેચ જીતવી પડશે. જો ઓસ્ટ્રેલિયા ત્રીજી T20I પણ જીતી જાય છે, તો ભારત પોતાની ODI સીરિઝની હારનો બદલો લેવાની તક ગુમાવશે, જેના કારણે આગામી મેચ ભારત માટે 'કરો યા મરો' જેવી બની ગઈ છે.

ભારતીય ટીમ બેટિંગમાં નિષ્ફળ 

બીજી મેચમાં ભારતીય બેટિંગ ટીમ ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી અને માત્ર 125 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના કારણે ભારતનો ચાર વિકેટથી પરાજય થયો હતો. જો ઓપનર અભિષેક શર્માએ એકલા હાથે 68 રનની ઇનિંગ ન રમી હોત, તો ભારતની સ્થિતિ વધુ ખરાબ થઈ શકી હોત. બેટિંગમાં સારું પ્રદર્શન કરનાર હર્ષિત રાણાએ 35 રન બનાવ્યા હતા, પરંતુ તેની બોલિંગ મોંઘી સાબિત થઈ હતી, તેણે બે ઓવરમાં 27 રન આપ્યા હતા.

ટીમમાં થઈ શકે છે આ મોટા ફેરફારો

કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ સીરિઝ બચાવવા માટે ત્રીજી T20Iમાં કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે. તેઓ હર્ષિત રાણાના સ્થાને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને  તક આપી શકે છે. આ ઉપરાંત, સ્પિનર કુલદીપ યાદવની જગ્યાએ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પણ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.  બીજી મેચમાં સંજુ સેમસનને ત્રીજા નંબરે બઢતી આપવામાં આવી હતી, પરંતુ તેણે આ તક ગુમાવી. એશિયા કપમાં તેના નબળા પ્રદર્શન બાદ તેનું સ્થાન જોખમમાં છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ત્રીજી T20Iમાં સંજુ સેમસનના સ્થાને યુવા બેટર જીતેશ શર્માને તક આપવામાં આવી શકે છે. ભારત માટે ત્રીજી મેચ જીતવી મહત્ત્વપૂર્ણ બની ગઈ છે, જેથી તે સીરિઝમાં 1-1ની બરાબરી કરી શકે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, જીતેશ શર્મા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ.