મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS / ત્રીજા દિવસની રમત સમાપ્ત, ઓસ્ટ્રેલિયા બીજા ઈનીંગમાં 12/3, જીતથી 7 વિકેટ દૂર ભારત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ પર્થમાં રમાઈ રહી છે. ભારતે તેની બીજી ઈ

IND vs AUS / ત્રીજા દિવસની રમત સમાપ્ત, ઓસ્ટ્રેલિયા બીજા ઈનીંગમાં 12/3, જીતથી 7 વિકેટ દૂર ભારત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ પર્થમાં રમાઈ રહી છે. ભારતે તેની બીજી ઈનિંગમાં છ વિકેટે 487 રન બનાવીને ઈનીંગ ડિકલેર કરી હતી. બીજી ઈનિંગમાં 487 રન બનાવતા પહેલા ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને પ્રથમ ઈનિંગમાં 150 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ104 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે ભારતને 46 રનની લીડ મળી હતી. બીજી ઈનિગનો સ્કોર મળીને ભારતની કુલ લીડ 533 રનની છે. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 534 રનનો મોટો ટાર્ગેટ મળ્યો છે. 

ઓસ્ટ્રેલિયાએ ગુમાવી 3 વિકેટ

ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ ગુમાવીને 12 રન બનાવ્યા છે. નાથન મેકસ્વીની ખાતું પણ ખોલાવી નથી શક્યો, જ્યારે પેટ કમિન્સ બે રન બનાવીને આઉટ થયો હતો અને માર્નસ લાબુશેન ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. ઉસ્માન ખ્વાજા ત્રણ રન બનાવીને અણનમ રહ્યો હતો. બુમરાહે બે વિકેટ ઝડપી છે જ્યારે સિરાજને એક વિકેટ મળી છે. ઓસ્ટ્રેલિયાને હજુ 522 રન બનાવવાના છે. જ્યારે ભારતને જીતવા માટે 7 વિકેટની જરૂર છે.

આ સમાચાર શેર કરો