મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS / સમાપ્ત થઈ બીજા દિવસની રમત, ટીમ ઈન્ડિયા હજુ પણ 29 રન પાછળ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી એડિલેડ ટેસ્ટમાં બે દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. બીજા દિવસની રમતમાં પણ ઓસ્ટ્રેલિયાનો દબ

IND vs AUS / સમાપ્ત થઈ બીજા દિવસની રમત, ટીમ ઈન્ડિયા હજુ પણ 29 રન પાછળ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી એડિલેડ ટેસ્ટમાં બે દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. બીજા દિવસની રમતમાં પણ ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 337 રનમાં ઓલઆઉટ થઈ હતી. આ સાથે તેણે પ્રથમ ઈનિંગમાં 157 રનની લીડ મેળવી હતી. ટ્રેવિસ હેડે 141 બોલમાં 140 રન ફટકારીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. જ્યારે માર્નસ લાબુશેને 126 બોલમાં 64 રનની ઈનિંગ રમી હતી. 

આ પણ વાંચો: ઈંગ્લેન્ડની ટીમે ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો નવો કીર્તિમાન, અંગ્રેજોના આ રેકોર્ડ પર તમને પણ નહીં આવે વિશ્વાસ

ટીમ ઈન્ડિયાએ તેના બીજા ઈનિંગમાં 5 વિકેટ ગુમાવીને 128 રન બનાવ્યા છે. પંત 28 રન બનાવીને અને નીતિશ 15 રન બનાવીને અણનમ છે. પરંતુ ટીમ ઈન્ડિયા હજુ પણ 29 રનથી પાછળ છે. એટલે કે મેચમાં વાપસી કરવા માટે ભારતીય બેટ્સમેનોએ ત્રીજા દિવસે અદ્ભુત પ્રદર્શન કરવું પડશે, નહીં તો ટીમ પર હારનો ખતરો છે.

આ સમાચાર શેર કરો