IND vs AFG / ક્યારે અને ક્યાં રમાશે ભારત-અફગાનિસ્તાન વચ્ચેની ત્રીજી ODI? મેચની મજા બગાડી શકે છે વરસાદ

ધર્મશાલામાં 7 વિકેટથી જીત મેળવ્યા બાદ, ભારતીય ટીમે બીજી ODIમાં અફઘાનિસ્તાનને 170 રનથી હરાવ્યું હતું. લખનૌમાં રમાયેલી તે મેચમાં, ભારતે 402 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, પરંતુ મુલાકાતી ટીમ 232 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શુભમન ગિલે છેલ્લી મેચમાં 154 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી અને ઈશાન કિશને પણ ધમાકેદાર સદી ફટકારી હતી. જ્યારે ભારત પહેલાથી જ સિરીઝ જીતી ચૂક્યું છે, ત્યારે ગિલ કોઈપણ ફોર્મેટમાં અફઘાનિસ્તાન સામે મેચ હારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બનવા નહીં માંગે. ત્રીજી મેચમાં વરસાદની શક્યતા છે, જાણો આ મેચ ક્યારે અને ક્યાં રમાશે.
ત્રીજી ODI ક્યારે રમાશે?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી ODI શનિવાર, 20 જૂને રમાશે. મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે, ટોસ બપોરે 1:00 વાગ્યે થશે.
ત્રીજી ODI ક્યાં રમાશે?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી ODI ચેન્નાઈના એમ.એ. સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ દરમિયાન ચેન્નાઈમાં વરસાદ પડવાની શક્યતા છે.
શનિવારે ચેન્નાઈમાં હવામાન કેવું રહેશે?
ભારત અમે અફઘાનિસ્તાન વચ્ચેની મેચ શનિવારે ચેન્નાઈમાં બપોરે 1:30 વાગ્યે શરૂ થવાની છે. આ દિવસે શહેરમાં વરસાદ પડવાની શક્યતા છે. સવારે પણ વરસાદ પડી શકે છે, ટોસ દરમિયાન વરસાદની શક્યતા 10 ટકા છે. દિવસભર આકાશ વાદળછાયું રહેશે, સાંજે 6થી 7 વાગ્યા દરમિયાન વરસાદની શક્યતા 20 ટકા છે.
ODI સિરીઝ માટે બંને ટીમો
ભારત: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ (વિકેટકીપર), કુલદીપ યાદવ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, હર્ષ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, ગુરનુંર બરાર, પ્રિન્સ યાદવ.
અફઘાનિસ્તાન: હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), મોહમ્મદ નબી, રહેમત શાહ જુરમાતે, ફરીદ અહેમદ, રાશિદ ખાન, ઈકરામ અલી ખિલ (વિકેટકીપર), અઝમતુલ્લા ઉમરઝઈ, ઇબ્રાહિમ ઝદરાન, અબ્દુલ રસૂલી, નાંગેલિયા ખરોટે, કૈસ અહેમદ, ઝિયાઉર રહેમાન, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સોદીકુલ્લાહ અટલ, બિલાલ સામી, મોહમ્મદ સલીમ, અલ્લાહ ગઝનફર, બશીર અહેમદ.

