Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : How to watch 1st ODI match for free Know the live streaming details

VIDEO: IND vs ENG / ફ્રીમાં કેવી રીતે જોવી પહેલી ODI મેચ? અહીં જાણો લાઈવ સ્ટ્રીમીંગની વિગતો

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ODI સિરીઝ આજ (14 જુલાઈ) થી શરૂ થવાની છે. સિરીઝની પહેલી મેચ બર્મિંઘમના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાશે. અગાઉ, બંને ટીમો પાંચ મેચની T20 સિરીઝ રમી હતી, જેમાં ટીમ ઈન્ડિયાને 4-0થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમ ઈન્ડિયા તે હાર ભૂલીને ODI સિરીઝમાં જીત સાથે વાપસી કરવાનો પ્રયાસ કરશે. આ દરમિયાન અમે તમને જણાવીશું કે તમે સિરીઝની પહેલી ODI કેવી રીતે ફ્રીમાં જોઈ શકો છો.

App Store

મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી ODI મેચના લાઈવ સ્ટ્રીમિંગ અને લાઈવ ટેલિકાસ્ટ અંગે વાત કરીએ તો તેને લાઇવ જોવાની બે રીતો છે. જો તમે તમારા મોબાઇલ ફોન અથવા ટેબ્લેટ પર મેચ જોવા માંગતા હોવ, તો તમે તેને JioHotstar એપ પર ઓનલાઈન જોઈ શકો છો. જો તમે ટીવી પર મેચનો આનંદ માણવાનું પસંદ કરો છો, તો તે Sony Sports Network ચેનલો પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

ફ્રીમાં કેવી રીતે લાઇવ જોઈ શકો છો?

જો તમે એક પણ પૈસા ચૂકવ્યા વિના ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી ODI જોવા માંગતા હોવ, તો તમે તેને DD સ્પોર્ટ્સ ચેનલ પર સંપૂર્ણપણે ફ્રીમાં જોઈ શકો છો. તમારે ફક્ત ઘરે DD ફ્રી ડિશ કનેક્શનની જરૂર છે. આ કિસ્સામાં, તમે તમારા ટીવી પર ફ્રીમાં મેચ જોઈ શકો છો.

વિરાટ અને બુમરાહની ODI ટીમમાં વાપસી

ટીમ ઈન્ડિયા ODI સિરીઝમાં શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળ રમશે. રોહિત અને વિરાટ ફરી સાથે રમતા જોવા મળશે. અગાઉ, ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે ઘરેલુ મેદાન પર છેલ્લી ODI સિરીઝ રમી હતી. ઈજાને કારણે વિરાટ કોહલી આ સિરીઝમાં નહતો રમ્યો. તેના સ્થાને યશસ્વી જયસ્વાલની પસંદગી કરવામાં આવી હતી. જસપ્રીત બુમરાહ પણ ODI ટીમમાં પાછો ફર્યો છે, 2023 ODI વર્લ્ડ કપ પછી પહેલીવાર ODI મેચ રમી રહ્યો છે.

ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ માટે ભારતની અપડેટેડ ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, ગુરનુર બરાર, પ્રિન્સ યાદવ