Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Indian women's team creates history at Lord's beats England by 270 runs

લોર્ડ્સમાં ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટમાં નોંધાવી ઐતિહાસિક જીત

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
લોર્ડ્સમાં ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટમાં નોંધાવી ઐતિહાસિક જીત
સોર્સ : gstv

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 270 રનથી કારમી હાર આપીને ઈતિહાસ રચી દીધો છે. 149 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ મેચ જીતનારી ભારત વિશ્વની પ્રથમ મહિલા ટીમ બની ગઈ છે. ચોથા દિવસે ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડની આખી ટીમને બીજી ઈનિંગમાં 186 રન પર ઓલઆઉટ કરી દીધી હતી.

App Store

ચોથા દિવસે ભારતીય બોલર્સનો તરખાટ

મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડની ટીમે તેના ત્રીજા દિવસના સ્કોર 130/6થી આગળ રમવાનું શરૂ કર્યું હતું. જોકે, દિવસની શરૂઆતમાં જ સ્નેહ રાણાએ લાંબા સમયથી ક્રિઝ પર ટકેલી એમી જોન્સને 54 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરીને ઈંગ્લેન્ડને સાતમો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ દીપ્તિ શર્માએ ઈસ્સી વોંગને માત્ર 1 રન પર આઉટ કરીને ઈંગ્લેન્ડની મુશ્કેલીઓ વધારી દીધી હતી. ઈંગ્લેન્ડની આખી ટીમ બીજી ઈનિંગમાં 186 રન બનાવીને પવેલિયન ભેગી થઈ ગઈ હતી.

ભારત તરફથી રનનો પહાડ અને 457 રનનો લક્ષ્યાંક

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં 285 રન બનાવ્યા હતા, જેમાં સ્મૃતિ મંધાનાએ 83, કેપ્ટન હરમનપ્રીત કૌરે 58 અને દીપ્તિ શર્માએ 57 રનની અડધી સદીની ઈનિંગ્સ રમી હતી. ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ માત્ર 170 રનમાં સમેટાઈ ગઈ હતી, જેના કારણે ભારતને 115 રનની મોટી લીડ મળી હતી. બીજી ઈનિંગમાં યસ્તિકા ભાટિયાના શાનદાર 113 રનના શતક અને સ્મૃતિ મંધાનાના 70 રન તેમજ રિચા ઘોષની અડધી સદીના દમ પર ભારતે 7 વિકેટે 341 રન બનાવી ઈનિંગ ડિકલેર કરી હતી અને ઈંગ્લેન્ડ સામે 457 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો હતો.

ઓનર્સ બોર્ડ પર ભારતની બે ખેલાડીનું નામ

આ ઐતિહાસિક મેચમાં ભારતની બે ખેલાડીઓએ લોર્ડ્સના પ્રખ્યાત 'ઓનર્સ બોર્ડ' પર પોતાનું નામ નોંધાવ્યું છે. ક્રાંતિ ગૌડે ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં 37 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જ્યારે યસ્તિકા ભાટિયાએ બીજી ઈનિંગમાં 113 રનની શાનદાર સદી ફટકારી હતી. આ સાથે જ તેઓ લોર્ડ્સના મેદાન પર આ સિદ્ધિ મેળવનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર્સ બની ગઈ છે. ઈંગ્લેન્ડ તરફથી પણ સોફી એક્લેસ્ટોને બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપીને પોતાનું નામ ઓનર્સ બોર્ડ પર નોંધાવ્યું હતું.