Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Hardik Pandya ruled out of england tour

ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યા વધુ એક સિરીઝમાંથી બહાર થયો

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યા વધુ એક સિરીઝમાંથી બહાર થયો
સોર્સ : GSTV

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ODI સિરીઝ રમી રહી છે, પરંતુ તે પૂરી થાય તે પહેલા જ આગામી ઈંગ્લેન્ડ પ્રવાસને લઈને મોટા અહેવાલો સામે આવ્યા છે. ભારતી ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હોવાના કારણે ઈંગ્લેન્ડ સામેની આગામી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. બીજી તરફ, વિરાટ કોહલીની પસંદગી પણ તેના ફિટનેસ ટેસ્ટના પરિણામ પર નિર્ભર રહેશે.

App Store

હાર્દિક પંડ્યા સંપૂર્ણ સીરિઝમાંથી બહાર

અહેવાલો અનુસાર, ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાને અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ ફિટનેસ સમસ્યાઓના કારણે તે એક પણ મેચ નથી રમી શક્યો. હવે તે ઈંગ્લેન્ડ પ્રવાસ સુધી પણ રિકવર થઈ શકે તેમ ન હોવાથી, તેને આ મહત્ત્વપૂર્ણ સિરીઝમાંથી બહાર રાખવાનો નિર્ણય લેવાયો છે.

વિરાટ કોહલીની 26મી જૂને ફિટનેસ ટેસ્ટ

IPLની આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને સતત બીજી વખત ચેમ્પિયન બનાવવામાં વિરાટ કોહલીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને ફાઈનલમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. જોકે, આ દરમિયાન તેને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી, જેના કારણે તે અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝ નથી રમી શક્યો. કોહલી હાલ રમતથી દૂર છે અને આગામી 26મી જૂને ઈંગ્લેન્ડ જ તેનો ફિટનેસ ટેસ્ટ થશે. જો વિરાટ આ ટેસ્ટ પાસ કરશે, તો જ તેને ઈંગ્લેન્ડ સામેની સિરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવશે.

આવું છે ઈંગ્લેન્ડ પ્રવાસનું શેડ્યૂલ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેનો પ્રવાસ પહેલી જુલાઈથી શરૂ થશે. જેમાં પહેલી જુલાઈથી બંને દેશો વચ્ચે 5 આંતરરાષ્ટ્રીય T20 મેચોની સિરીઝ રમાશે. ત્યારબાદ 3 મેચની ODI સિરીઝ રમાશે, જેની શરૂઆત 14મી જુલાઈથી બર્મિંઘમ ખાતે થશે. આ સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર રમાશે.

યુવા ખેલાડીઓ પર નજર 

અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝમાં ટીમ મેનેજમેન્ટે બે નવા યુવા ચહેરાઓને તક આપીને પ્રયોગો કર્યા છે. પહેલી બે ODI બાદ હવે ત્રીજી મેચમાં પણ આ યુવા ખેલાડીઓને અજમાવવામાં આવશે. આ પ્રદર્શનના આધારે જ ઈંગ્લેન્ડ પ્રવાસ માટેના ખેલાડીઓના નામ નક્કી થશે. ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત આવતા અઠવાડિયે થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.