લાલ કુર્તો, કાળા ચશ્મા પહેરી હાર્દિક પંડ્યાએ ઉજવી દિવાળી, નવી ગર્લફ્રેન્ડ માહિકા પણ હતી સાથે

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ દિવાળી સેલિબ્રેટ કરી હતી. તેણે તેની નવી ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે દિવાળી ઉજવી હોવાની તસવીર અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. નોંધનીય છે કે નતાશાથી છૂટાછેડા લીધાના બે વર્ષ પછી, હાર્દિક ફરીથી પ્રેમમાં પડી ગયો છે. થોડા દિવસો પહેલા, તેના જન્મદિવસ પર, તેણે પુષ્ટિ આપી હતી કે તે માહિકા શર્માને ડેટ કરી રહ્યો છે.
દિવાળી પર માહિકા સાથે જોવા મળ્યો હાર્દિક
દિવાળી પર હાર્દિક પંડ્યા તેની નવી ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે જોવા મળ્યો હતો. બંને પરંપરાગત પોશાકમાં જોડાયા હતા. હાર્દિકે લાલ કુર્તો અને કાળા સનગ્લાસ પહેર્યા હતા. માહિકાએ લાલ કુર્તી પહેરી હતી. દિવાળી પર તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અગાઉ, હાર્દિક અને માહિકા મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા, અને તે વીડિયો પણ વાયરલ થયો હતો. દિવાળી પર હાર્દિક અને માહિકાને સાથે જોઈને તેમના ચાહકો ખુશ થયા હતા.
માહિકા શર્મા આ જાણવા જેવું
માહિકા શર્માનો જન્મ દિલ્હીમાં થયો હતો. તે માત્ર 24 વર્ષની છે. માહિકા એક અભિનેત્રી, મોડેલ અને ફિટનેસ કન્ટેન્ટ ક્રિએટર છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તેણે દિલ્હીમાં અભ્યાસ કર્યો હતો. તે અર્થશાસ્ત્ર અને ફાઇનાન્સમાં સ્નાતક છે. તેના મજબૂત વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસથી, માહિકા મનોરંજન જગતમાં ઓળખ મેળવી રહી છે.

