એશિયન ગેમ્સ 2026 માટે સંપૂર્ણ ક્રિકેટ શેડ્યૂલ જાહેર થયું, જાણો ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ 28 સપ્ટેમ્બરે જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં પોતાનું અભિયાન શરૂ કરશે, જ્યારે મહિલા ટીમ 18 સપ્ટેમ્બરે યજમાન જાપાન સામે પોતાનો પહેલો મુકાબલો રમશે. ભારતની પુરુષ અને મહિલા બંને ટીમો સીધા જ ક્વાર્ટર ફાઈનલથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.
શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની પુરુષ ટીમ અને હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મહિલા ટીમ, નાગોયા નજીક કોરોગી એથ્લેટિક પાર્ક ખાતે યોજાનારી આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ માટે મજબૂત દાવેદાર છે. ભારતે ગઈ સિઝનમાં બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.
ક્વાર્ટર ફાઈનલમાં ભારતનો સામનો
મહિલા વર્ગમાં ભારતના ક્વાર્ટર ફાઈનલ પ્રતિસ્પર્ધી પહેલાથી જ નક્કી થઈ ગયા છે, જ્યારે પુરુષ ટીમ ગ્રુપ Aમાં બીજા ક્રમે રહેલી ટીમનો સામનો કરશે. ગ્રુપ Aમાં અફઘાનિસ્તાન, જાપાન અને નેપાળનો સમાવેશ થાય છે. મહિલા ટીમનો ફાઈનલ મુકાબલો 22 સપ્ટેમ્બરે રમાશે, જ્યારે પુરુષોનો ટાઈટલ મુકાબલો 3 ઓક્ટોબરે રમાશે. પુરુષોની ટુર્નામેન્ટમાં ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. મહિલા ટુર્નામેન્ટમાં ભારત સહિત કુલ આઠ ટીમોનો સમાવેશ થાય છે.
પુરુષોની ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમો
ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, જાપાન, નેપાળ, હોંગકોંગ, મલેશિયા અને ઓમાન.
મહિલા ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમો
ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ, જાપાન, ચીન અને મલેશિયા.
એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (ઉપ-કેપ્ટન), શેફાલી વર્મા, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, પ્રેમા રાવત, રાધા યાદવ, શ્રી ચરણી, રેણુકા ઠાકુર, નંદિની શર્મા, ક્રાંતિ ગૌડ અને પ્રતિકા રાવલ.
એશિયન ગેમ્સ માટે ભારતીય પુરુષ ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રિત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી.
પુરુષ ક્રિકેટનું સંપૂર્ણ શેડ્યૂલ
- 24 સપ્ટેમ્બર: જાપાન વિરુદ્ધ અફઘાનિસ્તાન
- 24 સપ્ટેમ્બર: મલેશિયા વિરુદ્ધ હોંગકોંગ
- 25 સપ્ટેમ્બર: નેપાળ વિરુદ્ધ અફઘાનિસ્તાન
- 25 સપ્ટેમ્બર: ઓમાન વિરુદ્ધ હોંગકોંગ
- 26 સપ્ટેમ્બર: નેપાળ વિરુદ્ધ જાપાન
- 26 સપ્ટેમ્બર: ઓમાન વિરુદ્ધ મલેશિયા
- 28 સપ્ટેમ્બર: પ્રથમ ક્વાર્ટર ફાઈનલ - ગ્રુપ A રનર-અપ વિરુદ્ધ ભારત
- 28 સપ્ટેમ્બર: બીજો ક્વાર્ટર ફાઈનલ - ગ્રુપ B રનર-અપ વિરુદ્ધ પાકિસ્તાન
- 29 સપ્ટેમ્બર: ત્રીજો ક્વાર્ટર ફાઈનલ - ગ્રુપ B વિજેતા વિરુદ્ધ બાંગ્લાદેશ
- 29 સપ્ટેમ્બર: ચોથો ક્વાર્ટર ફાઈનલ - ગ્રુપ A વિજેતા વિરુદ્ધ શ્રીલંકા
- 1 ઓક્ટોબર: પહેલો સેમીફાઈનલ
- 1 ઓક્ટોબર: બીજો સેમીફાઈનલ
- 3 ઓક્ટોબર: બ્રોન્ઝ મેડલ મેચ
- 3 ઓક્ટોબર: ગોલ્ડ મેડલ મેચ
મહિલા ક્રિકેટનું સંપૂર્ણ શેડ્યૂલ
- 17 સપ્ટેમ્બર: જાપાન વિરુદ્ધ ભારત - પહેલો ક્વાર્ટર-ફાઈનલ
- 17 સપ્ટેમ્બર: ચીન વિરુદ્ધ બાંગ્લાદેશ - બીજો ક્વાર્ટર-ફાઈનલ
- 18 સપ્ટેમ્બર: શ્રીલંકા વિરુદ્ધ મલેશિયા - ત્રીજો ક્વાર્ટર-ફાઈનલ
- 18 સપ્ટેમ્બર: થાઈલેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન - ચોથો ક્વાર્ટર-ફાઈનલ
- 20 સપ્ટેમ્બર: પહેલી સેમીફાઈનલ
- 20 સપ્ટેમ્બર: બીજી સેમીફાઈનલ
- 22 સપ્ટેમ્બર: બ્રોન્ઝ મેડલ મેચ
- 22 સપ્ટેમ્બર: ગોલ્ડ મેડલ મેચ

