Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : FIFA World Cup 2026 Prize Money of champion and runner up

VIDEO: FIFA World Cup 2026 / ચેમ્પિયન સ્પેન થયું માલામાલ, રનર અપ આર્જેન્ટિના પર પણ વરસ્યા કરોડો

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ફિફા વર્લ્ડ કપ 2026ની રોમાંચક ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0 થી હરાવીને રોડ્રીની આગેવાની હેઠળની સ્પેનની ટીમે ઈતિહાસ રચી દીધો છે. એક્સ્ટ્રા ટાઈમમાં થયેલી આ હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચમાં ફેરાન ટોરેસે ગોલ કરીને સ્પેનને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. આ ઐતિહાસિક જીત સાથે સ્પેને માત્ર વર્લ્ડ કપ ટ્રોફી જ નથી ઉઠાવી, પરંતુ ફિફા વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી મોટી ઈનામી રકમ (પ્રાઈઝ મની) પણ પોતાના નામે કરી લીધી છે.

App Store

ચેમ્પિયન સ્પેનને મળ્યા રેકોર્ડ 481 કરોડ રૂપિયા

ફિફા દ્વારા વિશ્વ વિજેતા બનેલી સ્પેનની ટીમને 50 મિલિયન ડોલર (આશરે 481 કરોડ રૂપિયા) ની જંગી પ્રાઈઝ મની આપવામાં આવી છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં વિજેતા ટીમને મળેલી આ સૌથી મોટી રકમ છે. આ અગાઉ 2022માં કતાર વર્લ્ડ કપ જીતનારી આર્જેન્ટિનાની ટીમને 42 મિલિયન ડોલર મળ્યા હતા, એટલે કે આ વખતે વિજેતા રકમમાં 8 મિલિયન ડોલરનો જંગી વધારો કરવામાં આવ્યો છે.

રનર-અપ આર્જેન્ટિના અને અન્ય ટીમો પર પણ પૈસાનો વરસાદ

ફાઈનલમાં હારનો સામનો કરનારી લિયોનેલ મેસીની રનર-અપ ટીમ આર્જેન્ટિનાને પણ 33 મિલિયન ડોલર (આશરે 318 કરોડ રૂપિયા) મળ્યા છે. જે ગયા વર્લ્ડ કપ કરતાં 3 મિલિયન ડોલર વધુ છે. આ ઉપરાંત

ત્રીજું સ્થાન (ઈંગ્લેન્ડ): 29 મિલિયન ડોલર (આશરે 279 કરોડ રૂપિયા),
ચોથું સ્થાન (ફ્રાન્સ): 27 મિલિયન ડોલર (આશરે 260 કરોડ રૂપિયા)

48 ટીમોના નવા ફોર્મેટમાં ફિફાનું મોટું બજેટ

આ વખતે ફિફાએ 48 ટીમોના નવા ફોર્મેટ સાથે પ્રાઇઝ મનીનું બજેટ પણ નોંધપાત્ર રીતે વધાર્યું હતું:

ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચનાર ટીમ: 19 મિલિયન ડોલર (આશરે 183 કરોડ રૂપિયા)
રાઉન્ડ ઓફ 16માંથી બહાર થનાર ટીમ: 15 મિલિયન ડોલર (આશરે 144 કરોડ રૂપિયા)
રાઉન્ડ ઓફ 32માંથી બહાર થનાર ટીમ: 11 મિલિયન ડોલર (આશરે 106 કરોડ રૂપિયા)
ગ્રુપ સ્ટેજમાંથી બહાર થનાર ટીમ: 9 મિલિયન ડોલર (આશરે 87 કરોડ રૂપિયા)

ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ દરેક ટીમને મળ્યા 120 કરોડ રૂપિયા

ફિફાએ ક્વોલિફાય કરનારી તમામ 48 ટીમોને ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ નાણાકીય સહાય પૂરી પાડી હતી. દરેક ટીમને 10 મિલિયન ડોલર ક્વોલિફિકેશન ફી અને 2.5 મિલિયન ડોલર તૈયારીઓ માટે આપવામાં આવ્યા હતા. આમ, કોઈપણ ટીમ પહેલી મેચ રમે તે પહેલા જ તેને 12.5 મિલિયન ડોલર (આશરે 120 કરોડ રૂપિયા) ની ગેરંટી મની મળી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ફિફાએ વર્લ્ડ કપ 2026 માં કુલ 871 મિલિયન ડોલર (આશરે 8386 કરોડ રૂપિયા) નું વિતરણ કર્યું છે, જે ગયા વર્લ્ડ કપ કરતાં 431 મિલિયન ડોલર વધુ છે.