Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : FIFA 2026 / Match turned around in just 7 minutes, Argentina beat England to reach final

VIDEO: FIFA 2026 / માત્ર 7 મિનીટમાં પલટી ગઈ મેચ, ઈંગ્લેન્ડને હરાવીને આર્જેન્ટિનાએ ફાઈનલમાં સ્થાન મેળવ્યું

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ફૂટબોલ ઈતિહાસની સૌથી મોટી પ્રતિદ્વંદ્વિત્તામાં આજે એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. મર્સિડીઝ-બેન્ઝ સ્ટેડિયમમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપ 2026ના બીજા સેમીફાઈનલ મુકાબલામાં લિયોનેલ મેસ્સીની આગેવાની હેઠળના આર્જેન્ટિનાએ ઈંગ્લેન્ડને 2-1થી પરાજય આપી સતત બીજી વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. મેચના પ્રથમ હાફમાં બંને ટીમો વચ્ચે ભારે તણાવ જોવા મળ્યો હતો અને ફાઉલના કારણે રમત વારંવાર અટકી હતી, જેના લીધે પ્રથમ હાફ 0-0ની બરાબરી પર રહ્યો હતો.

App Store

ઈંગ્લેન્ડની લીડ અને આર્જેન્ટિના પર દબાણ

બીજા હાફમાં મેચનો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો હતો. મેચની 55મી મિનિટે ઈંગ્લેન્ડના મોર્ગન રોજર્સના શાનદાર પાસ પર એન્થની ગોર્ડને ગોલ ફટકારીને ઈંગ્લેન્ડને 1-0ની લીડ અપાવી દીધી હતી. આ ગોલ બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના પર ભારે દબાણ જોવા મળતું હતું અને સમય પસાર થવાની સાથે ઈંગ્લેન્ડની જીત પાકી લાગી રહી હતી.

છેલ્લી 7 મિનિટમાં મેસ્સીનો કરિશ્મા અને જીત

જ્યારે આર્જેન્ટિનાના ફેન્સ આશા ગુમાવી રહ્યા હતા ત્યારે 39 વર્ષીય લિયોનેલ મેસીએ મેચની કમાન પોતાના હાથમાં લીધી હતી. 85મી મિનિટે મેસ્સીના પાસ પર એન્ઝો ફર્નાન્ડીઝે ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. ત્યારબાદ ઈન્જરી ટાઇમમાં મેસ્સીએ વધુ એક સચોટ પાસ આપ્યો, જેને લાઉતારો માર્ટિનેઝે ગોલમાં ફેરવીને માત્ર 7 મિનિટમાં સ્કોર 2-1 કરી આર્જેન્ટિનાને રોમાંચક જીત અપાવી હતી. હવે ફાઈનલમાં આર્જેન્ટિનાનો સામનો સ્પેન સામે થશે.