VIDEO: IND vs ENG / ઈંગ્લેન્ડે બીજી મેચ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી, જોશ ટંગ કરશે ડેબ્યુ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની બીજી મેચ શનિવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાશે. ઈંગ્લેન્ડે આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે.
હેરી બ્રુકે ટીમમાં બે ફેરફાર કર્યા છે. જોફ્રા આર્ચરને અંતિમ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. જોશ ટંગ T20I ડેબ્યુ કરવા માટે તૈયાર છે. પહેલી મેચમાં શાનદાર બોલિંગ કરનારા સાકિબ મહમૂદ અને લ્યુક વુડને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવ્યા છે.
બીજી T20I માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
ફિલ સોલ્ટ, જોસ બટલર, હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, જોશ ટંગ.
T20 સિરીઝનું શેડ્યૂલ
- પહેલી T20: રદ્દ
- બીજી T20: 4 જુલાઈ
- ત્રીજી T20: 7 જુલાઈ
- ચોથી T20: 9 જુલાઈ
- પાંચમી T20: 11 જુલાઈ
ઈંગ્લેન્ડની T20I ટીમ
ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, સાકિબ મહમૂદ, આદિલ રશીદ, લ્યુક વુડ, જોર્ડન કોક્સ, જેમ્સ કોલ્સ, રેહાન અહેમદ, સોની બેકર, જોશ ટંગ.
પહેલી T20I રદ કરવામાં આવી હતી
ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી T20I મેચ રદ્દ કરવામાં આવી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. વરસાદને કારણે બીજી ઈનિંગ શરૂ નહતી થઈ શકી. ભારત તરફથી અભિષેક શર્મા અને કેપ્ટન શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી.
અભિષેક શર્માએ 24 બોલમાં 59 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. અય્યરે 47 બોલમાં 68 રન બનાવ્યા. શિવમ દુબેએ આખરે 21 બોલમાં 42 રન બનાવ્યા. સંજુ સેમસન, ઈશાન કિશન અને તિલક વર્મા પહેલી મેચમાં નિષ્ફળ રહ્યા. સાકિબ મહમૂદે સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી.

