VIDEO: રાંચીમાં ભગવાન બિરસા મુંડા સ્ટેડિયમમાં ડ્યુરન્ડ કપનો પ્રારંભ
સોર્સ : gstv
ઝારખંડના રાંચીમાં ડ્યુરન્ડ કપ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન બિરસા મુંડા ફૂટબોલ સ્ટેડિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં ખેલાડીઓ અને રમતપ્રેમીઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. દેશની પ્રતિષ્ઠિત ફૂટબોલ ટુર્નામેન્ટ ડ્યુરન્ડ કપને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ભારતીય ફૂટબોલની પરંપરા અને સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી. હવે ટુર્નામેન્ટમાં રોમાંચક મુકાબલાઓ માટે ખેલાડીઓ મેદાનમાં ઉતરશે.

