Duleep Trophy 2026 Final / ઈશાન કિશને ફટકારી શાનદાર સદી, મજબૂત સ્થિતિમાં આવી ઈસ્ટ ઝોનની ટીમ

સોર્સ : gstv
દુલીપ ટ્રોફી 2026 ફાઈનલમાં ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોનની ટીમો આમને-સામને છે. ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશને કેપ્ટનશિપ ઈનિંગ રમી અને સદી ફટકારી. તેણે 124 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ પહેલા કિશને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 4000 રન પણ પૂરા કર્યા હતા.
દુલીપ ટ્રોફી 2026 ફાઈનલનો પ્રથમ દિવસ પૂર્ણ થયો છે. ઈસ્ટ ઝોને શાનદાર બેટિંગ પ્રદર્શન કરી છે. પ્રથમ દિવસની રમતના અંતે, ઈસ્ટ ઝોને 4 વિકેટ ગુમાવીને 385 રન બનાવ્યા છે. કેપ્ટન ઈશાન કિશન 111 રન બનાવ્યા છે, જ્યારે કુમાર કુશાગ્ર 63 રન સાથે ક્રીઝ પર છે. અભિમન્યુ ઈશ્વરન (72) અને શિખર મોહન (85) એ અડધી સદી ફટકારી છે. વૈભવ સૂર્યવંશીએ પણ 44 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી છે.

