IND W vs PAK W / ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું, એશિયા કપમાં જીતની હેટ્રિક લગાવી

ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિલા એશિયા કપ 2026ની મેચ 5 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનની કોઈપણ બેટ્સમેન મોટી ઈનિંગ ન રમી શકી અને ટીમ 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટાર્ગેટ ચેઝ કરતા, ભારતે એકતરફી મેચ જીતીને ટુર્નામેન્ટમાં જીતની હેટ્રિક લગાવી. ભારતે 7 વિકેટથી જીત મેળવી. અગાઉ, ભારતે થાઈલેન્ડ અને હોંગકોંગની મહિલા ટીમોને એકતરફી હરાવી હતી.
પાકિસ્તાને 55 રન બનાવ્યા
પાકિસ્તાનની ઓપનર મુનીબા અલીએ 15 બોલમાં 13 રન બનાવ્યા, જ્યારે શવાલ ઝુલ્ફીકારે 14 બોલમાં 14 રન બનાવ્યા. ભારતીય બોલર્સ સામે કોઈપણ બેટ્સમેન સારું પ્રદર્શન ન કરી શકી. ત્રીજા નંબર પર બેટિંગ કરતી ગુલ ફિરોઝાએ ચાર બોલ રમ્યા અને કોઈ રન બનાવ્યા વિના પવેલિયન પરત ફરી. આ દરમિયાન, આયેશા ઝફર 7 બોલમાં 2 રન બનાવી આઉટ થઈ ગઈ. સદફ શમાસ અને કેપ્ટન ફાતિમા સનાએ પણ નિરાશ કર્યા. સદફ 8 બોલમાં 3 રન બનાવી આઉટ થઈ અને પાકિસ્તાની કેપ્ટન 7 બોલમાં 7 રન બનાવી આઉટ થઈ. પાકિસ્તાન 18.1 ઓવરમાં 55 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું.
ભારત માટે શ્રી ચરણી અને ક્રાંતિ ગૌડે શાનદાર પ્રદર્શન કર્યું. ચરણીએ 4 ઓવરમાં 7 રન આપીને 3 બેટ્સમેનોને આઉટ કરી. પ્રેમા રાવતે પણ 4 ઓવરમાં 9 રન આપીને 3 વિકેટ લીધી. ભારત માટે શેફાલી વર્માએ 1 વિકેટ અને દીપ્તિ શર્માએ 2 વિકેટ લીધી.
ભારતે ટાર્ગેટ ચેઝ કર્યો
ટાર્ગેટ ચેઝ કરતા ભારતે 8.4 ઓવરમાં મેચ જીતી લીધી. શેફાલી વર્માએ 6 બોલમાં 12 રન બનાવ્યા, જ્યારે સ્મૃતિ મંધાનાએ 11 બોલમાં 9 રન બનાવ્યા. પ્રતિકા રાવલ 3 બોલમાં 4 રન બનાવી આઉટ થઈ. ભારતને શરૂઆતના ત્રણ ઝટકાનો સામનો કરવો પડ્યો. જોકે, ટાર્ગેટ નાનો હતો, તેથી ભારતને વિજય મેળવવામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડ્યો. હરમનપ્રીત કૌરે 18 બોલમાં 18 રન અને દીપ્તિ શર્માએ 14 બોલમાં અણનમ 12 રન બનાવ્યા. આમ ભારતે 7 વિકેટથી મેચ જીતી લીધી.
પાકિસ્તાન તરફથી ફાતિમા સનાએ ત્રણેય વિકેટ લીધી. તેણે 1.4 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ લીધી. તે સિવાય અન્ય કોઈ બોલરને સફળતા નહતી મળી.

