VIDEO: વિમ્બલડનમાં ટાઈટલ જીતવાનું જોકોવિચનું સપનુ રોળાયું, નિવૃત્તિ અંગે કરી સ્પષ્ટતા
સોર્સ : gstv
ટેનિસ જગતના દિગ્ગજ ખેલાડી નોવાક જોકોવિચને વિમ્બલ્ડનના મેન્સ સિંગલ્સની બીજી સેમિફાઇનલમાં મોટો ઝટકો લાગ્યો છે. દુનિયાના નંબર 1 ખેલાડી જેનિક સિનરે જોકોવિચને સીધા સેટોમાં પરાજય આપીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધા છે. જોકે, આ કારમી હાર બાદ પણ જોકોવિચે પોતાની નિવૃત્તિની તમામ અટકળોને ફગાવી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિમ્બલ્ડનના કોર્ટ પર ઓછામાં ઓછું એક વાર વધુ વાપસી કરવા ઈચ્છે છે. 7 વખતના ચેમ્પિયન જોકોવિચનું 39મી વખત ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ફાઇનલમાં રમવાનું સપનું આ હાર સાથે તૂટી ગયું છે. તે પોતાના 25મા ગ્રાન્ડ સ્લેમ ટાઇટલને જીતવા માટે સતત પ્રયાસો ચાલુ રાખશે. સર્બિયાના આ સ્ટાર ખેલાડીને જેનિક સિનરે 6-4, 6-4, 6-4થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

