Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Devdutt Padikkal shines on the first day of the Galle Test scores the first century in the longer format of cricket

IND vs SL / ગોલ ટેસ્ટના પહેલા જ દિવસે ચમક્યો દેવદત્ત પડિક્કલ, ક્રિકેટના લાંબા ફોર્મેટમાં ફટકારી પ્રથમ સદી

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2026
લાઇવ ટીવીGoogle News
IND vs SL / ગોલ ટેસ્ટના પહેલા જ દિવસે ચમક્યો દેવદત્ત પડિક્કલ, ક્રિકેટના લાંબા ફોર્મેટમાં ફટકારી પ્રથમ સદી
સોર્સ : gstv

ભારત અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટ સિરીઝ આજથી શરૂ થઈ. પહેલી ટેસ્ટ ગોલમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. તેનો નિર્ણય સાચો સાબિત થયો. યશસ્વી જયસ્વાલે ઝડપી ઈનિંગ રમી. જોકે, તે રન આઉટ થઈ ગયો. ત્રીજા નંબરે આવેલા દેવદત્ત પડિક્કલે પછી શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી, પોતાની ટેસ્ટ કારકિર્દીની પહેલી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો.

App Store

દેવદત્ત પડિક્કલે હંગામો મચાવ્યો

યશસ્વી જયસ્વાલ 32 રન બનાવીને રન આઉટ થઈ ગયો. ત્યારબાદ દેવદત્ત પડિક્કલ મેદાનમાં ઉતર્યો. પડિક્કલે શરૂઆતથી જ ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું. તેને કેએલ રાહુલનો ઉત્તમ સહયોગ મળ્યો. પડિક્કલે ત્રીજા સેશનમાં ટી બ્રેક પછી પછી 134 બોલમાં પોતાની સદી પૂરી કરી. પહેલા દિવસે તેની સદીએ ભારતને મોટા સ્કોર સાથેટ્રેક પર લાવી દીધું છે.

દેવદત્ત પડિક્કલે પોતાની કારકિર્દીની ત્રીજી ટેસ્ટમાં ઐતિહાસિક ઈનિંગ રમીને ફેન્સને ખુશ કર્યા. સાઈ સુદર્શનની ઈજા બાદ, બધાને પ્રશ્ન હતો કે ત્રીજા નંબર પર કોણ બેટિંગ કરશે. પડિક્કલે ટીમ ઈન્ડિયાની ચિંતાઓ દૂર કરી છે. તેણે ગોલમાં શ્રીલંકાના બોલર્સનો સામનો શાનદાર પ્રદર્શન સાથે કર્યો, જેમાં તેણે નવ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યો. તેની મજબૂત ટેકનિકે શ્રીલંકાના સ્પિનર્સની રણનીતિને પણ નિષ્ફળ બનાવી દીધી.

પ્રેક્ટિસ મેચમાં સદી પણ ફટકારી

તાજેતરમાં, ટીમ ઈન્ડિયાએ શ્રીલંકન ઈઇલેવન સામે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમી હતી. ભારતના મોટાભાગના બેટ્સમેન પ્રથમ ઈનિંગમાં રન બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. દેવદત્ત પડિક્કલે ત્યાં બધાને પ્રભાવિત કર્યા, શાનદાર સદી સાથે પ્લેઈંગ ઈલેવન માટે દાવો કર્યો હતો. પડિક્કલે 103 રનની શક્તિશાળી ઈનિંગ રમી અને પ્લેઈંગ ઈલેવનમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. પડિકલે 121 બોલમાં 103 રન બનાવ્યા બાદ રિટાયર્ડ હર્ટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં 14 ચોગ્ગા ફટકાર્યા હતા.