Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : CWG 2026: Jadumani Singh wins silver, loses to Australian boxer in fight for gold

CWG 2026: જાદુમણિ સિંહે જીત્યો સિલ્વર, ગોલ્ડ માટેની લડતમાં ઓસ્ટ્રેલિયન બોક્સર સામે મળી હાર

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
CWG 2026: જાદુમણિ સિંહે જીત્યો સિલ્વર, ગોલ્ડ માટેની લડતમાં ઓસ્ટ્રેલિયન બોક્સર સામે મળી હાર
સોર્સ : gstv

કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સરોનું શાનદાર પ્રદર્શન સતત ચાલુ છે. ગ્લાસગોમાં પ્રીતિ પવાર અને જેસમિનની ગોલ્ડન જીત બાદ બોક્સર જાદુમણિ સિંહ મંદેંગબામ (Jadumani Singh Mandengbam) એ પણ પોતાના પંચનો જાદુ બતાવ્યો છે. જાદુમણિ સિંહે 55 kg વર્ગના ફાઇનલમાં ઉત્કૃષ્ટ રમત દર્શાવી હતી, પરંતુ ખિતાબી મુકાબલામાં તેમને ઓસ્ટ્રેલિયાના જાઈ ડિક્સન (Jai Dixon) સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.

App Store

CWG 2026 માં જાદુમણિ સિંહનું પ્રદર્શન:

રાઉન્ડ ઓફ 32: સ્કૉટલેન્ડના એરોન કલનને 5-0 થી હરાવ્યા

રાઉન્ડ ઓફ 16: પાકિસ્તાનના સુમામા રહમાનને 5-0 થી હરાવ્યા

ક્વૉટર ફાઈનલ: ઝામ્બિયાના મ્વેંગો મ્વાલેને 5-0 થી હરાવ્યા

સેમિફાઈનલ: નામિબિયાના ફિલિપ હાઓસેબને હરાવ્યા

ફાઈનલ: ઓસ્ટ્રેલિયાના જાઈ ડિક્સન સામે પરાજય

5 કિલો વજન વધારવા અને 500 રૂપિયાથી કેવી રીતે બદલાઈ કારકિર્દી?

જાદુમણિ સિંહ પહેલા 50 kg ભારવર્ગમાં રમતા હતા, પરંતુ તેમણે પોતાનું વજન 5 kg વધારીને 55 kg વર્ગમાં રમવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયની ખૂબ ટીકા થઈ હતી, પરંતુ તેમણે જાહેરમાં વચન આપ્યું હતું કે, જો તે આ કેટેગરીમાં સારું પ્રદર્શન નહીં કરી શકે તો બોક્સિંગ છોડી દેશે. 55 kg વર્ગમાં તેમણે અદ્ભુત પ્રદર્શન કરીને ટીકાકારોને જવાબ આપ્યો હતો.

ફૂટબોલથી લઈને બોક્સિંગ સુધીની સફર

જાદુમણિ પહેલા ફૂટબોલ રમતા હતા, પરંતુ પોતાના કાકાના કહેવાથી તેમણે બોક્સિંગ શરૂ કર્યું. ઇમ્ફાલમાં વર્ષ 2016માં માત્ર 28 કિલોગ્રામ વજન હોવા છતાં તેમણે 36 કિલોગ્રામ વર્ગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પૂર્વ ભારતીય બોક્સર મેરી કોમ અને એલ. સરિતા દેવી તેમના આ પ્રદર્શનથી પ્રભાવિત થઈને તેમને 500-500 રૂપિયાનું ઇનામ આપ્યું હતું, ત્યારપછી જાદુમણિએ બોક્સિંગને પોતાની કારકિર્દી બનાવી લીધી હતી.