Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : CSK gets new Death Over Master in IPL 2026

VIDEO: ડેથ ઓવર્સનો માસ્ટર બન્યો CSKનો ફાસ્ટ બોલર, ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડ પણ પાછળ છૂટ્યા

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026માં પાંચ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને એક નવો સ્ટાર બોલર મળી ગયો છે. અંશુલ કંબોજ અત્યારે CSKના બોલિંગ આક્રમણની આગેવાની કરી રહ્યો છે અને તેના પ્રદર્શને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. ભારતીય ટીમમાં તેના સમાવેશના ચાન્સમાં વધારો થયો છે. 

App Store

પર્પલ કેપની રેસમાં સંયુક્ત પ્રથમ સ્થાને

મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ બાદ અંશુલ કંબોજ અને ભુવનેશ્વર કુમાર સંયુક્ત રીતે પર્પલ કેપ હોલ્ડર બની ગયા છે. બંનેના નામે અત્યારે 17-17 વિકેટ છે. જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને જોફ્રા આર્ચર જેવા દિગ્ગજોની હાજરીમાં કંબોજે પોતાની અલગ ઓળખ બનાવી છે.

ડેથ ઓવર્સનો માસ્ટર

T20 ક્રિકેટમાં છેલ્લી પાંચ ઓવર સૌથી મુશ્કેલ માનવામાં આવે છે, પરંતુ કંબોજે આ સિઝનમાં ડેથ ઓવર્સમાં (16-20 ઓવર) શાનદાર દેખાવ કર્યો છે. તેણે ડેથ ઓવર્સમાં 10થી વધુ વિકેટ ઝડપી છે, જે આ ટુર્નામેન્ટમાં કોઈપણ ભારતીય પેસર કરતાં વધુ છે. ડેથ ઓવર્સમાં તેની ઈકોનોમી અંદાજે 8.6 રહી છે. બેટ્સમેન સામે એંગલ બદલવાની તેની ક્ષમતા તેની સૌથી મોટી તાકાત છે, તેણે રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરીને 8 વિકેટ ઝડપી છે.

મુંબઈ સામે નિર્ણાયક પ્રદર્શન

ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી હાઈ-પ્રેશર મેચમાં કંબોજે 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જેમાં હાર્દિક પંડ્યાની વિકેટ સૌથી નિર્ણાયક સાબિત થઈ હતી, જેના કારણે મુંબઈના રન-ફ્લો પર બ્રેક વાગી હતી. પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરે અગાઉ સંકેત આપ્યો છે કે ટીમ ઈન્ડિયાને એક ભરોસાપાત્ર ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટની જરૂર છે. અંશુલ કંબોજનું આ પ્રદર્શન તેને ટૂંક સમયમાં ભારતીય ટીમમાં સ્થાન અપાવી શકે છે.

સિઝનનું અત્યાર સુધીનું પ્રદર્શન

  • મેચ: 9
  • વિકેટ: 17
  • સરેરાશ: 15.82
  • ઈકોનોમી: 8.49
  • શ્રેષ્ઠ પ્રદર્શન: 22 રનમાં 3 વિકેટ