Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Cricketers arrested for filming women players in hotel bathroom

શ્રીલંકાના ક્રિકેટર્સની શરમજનક હરકત, હોટલના બાથરૂમમાં બનાવ્યો મહિલાઓનો VIDEO; 2ની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 01 May 2026
લાઇવ ટીવીGoogle News
શ્રીલંકાના ક્રિકેટર્સની શરમજનક હરકત, હોટલના બાથરૂમમાં બનાવ્યો મહિલાઓનો VIDEO; 2ની ધરપકડ
સોર્સ : GSTV

શ્રીલંકા ક્રિકેટ જગતમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં અંડર-19 મેન્સ ટીમના બે ખેલાડીઓએ અભદ્રતાની તમામ હદો પાર કરી દીધી છે. આ બંને યુવા ક્રિકેટર્સ પર હોટલના બાથરૂમમાં મહિલા ખેલાડીઓનો વાંધાજનક વીડિયો બનાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે.

App Store

શું છે સમગ્ર ઘટના?

કોલંબોની એક હોટલમાં રોકાયેલી મહિલા ખેલાડીઓએ ફરિયાદ કરી હતી કે બાથરૂમમાં મોબાઈલ ફોન દ્વારા તેમનો વીડિયો ઉતારવામાં આવ્યો છે. આ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરતા ચાલુ સપ્તાહની શરૂઆતમાં બંને ક્રિકેટર્સની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ખેલાડીઓને અલુથકાડે મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને ખેલાડીઓને 5 લાખ શ્રીલંકન રૂપિયાના જામીન પર મુક્ત કર્યા છે. 

પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ વીડિયો સોશિયલ મીડિયા કે અન્ય કોઈ પ્લેટફોર્મ પર ઓનલાઈન શેર કરવામાં આવ્યા છે કે નહીં. આ કેસની આગામી સુનાવણી 25મી મેના રોજ હાથ ધરવામાં આવશે.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં ઉથલપાથલ

આ ઘટના એવા સમયે બની છે જ્યારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) પોતે આંતરિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા 48 કલાકમાં બોર્ડમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. સરકારી દબાણને કારણે SLCના વડા અને અન્ય સભ્યોએ સામૂહિક રાજીનામું આપ્યું છે. જૂના અધિકારીઓને દૂર કરી મામલો ઉકેલવા માટે એક 'પરિવર્તન સમિતિ' ની રચના કરવામાં આવી છે.

બોર્ડ દ્વારા હજુ સુધી આ ખેલાડીઓ સામે કોઈ સત્તાવાર શિસ્તભંગના પગલાંની જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ ભવિષ્યમાં કડક કાર્યવાહી થવાની સંભાવના છે.

શ્રીલંકન ક્રિકેટનો કપરો કાળ

શ્રીલંકન ક્રિકેટ છેલ્લા ઘણા સમયથી વિવાદો અને ખરાબ પ્રદર્શન સામે ઝઝૂમી રહ્યું છે. એક તરફ મુખ્ય ટીમોનું પ્રદર્શન નબળું રહ્યું છે, તો બીજી તરફ બોર્ડ અને ખેલાડીઓ વચ્ચે IPL માટે NOC આપવા જેવા મુદ્દે પણ મતભેદો ચાલી રહ્યા છે. અંડર-19 સ્તરે બનેલી આ ઘટનાએ શ્રીલંકન ક્રિકેટની છબીને વધુ નુકસાન પહોંચાડ્યું છે.

નવી રચાયેલી સમિતિ આ શરમજનક ઘટના અને બોર્ડના અન્ય પડકારોનો કેવી રીતે સામનો કરે છે તેના પર સૌની નજર રહેશે.