Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Cricket Australia revealed match tickets sold out almost 50 days ahead of India's tour

IND vs AUS / ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળ્યો વિરાટ અને રોહિતનો ક્રેઝ, પ્રવાસ શરૂ થતા પહેલાં જ વેચાઈ ગઈ મેચની ટિકિટો

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2025
લાઇવ ટીવીGoogle News
IND vs AUS / ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળ્યો વિરાટ અને રોહિતનો ક્રેઝ, પ્રવાસ શરૂ થતા પહેલાં જ વેચાઈ ગઈ મેચની ટિકિટો
સોર્સ : Google

ભારતીય ટીમ તેની આગામી ODI સિરીઝ રમવા માટે  ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જવાની છે, જે શરૂ થવામાં લગભગ 50 દિવસ બાકી છે. ભારતીય ટીમના ફેન્સ આ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને મેદાન પર રમતા જોવા મળશે. ભારતીય ટીમ ઓક્ટોબર મહિનામાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે જ્યાં તેને યજમાન ટીમ સામે ત્રણ ODI અને 5 T20 મેચોની સિરીઝ રમવાની છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમના આ પ્રવાસની મેચની ટિકિટના વેચાણ અંગે મોટી માહિતી આપી છે, જેમાં તેણે જણાવ્યું છે કે ભારતીય ફેન ઝોનની બધી ટિકિટો વેચાઈ ગઈ છે.

App Store

તમામ સ્ટેડિયમમાં ભારતીય ફેન ઝોનની ટિકિટો વેચાઈ ગઈ

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર કુલ 8 લિમીટેડ ઓવર્સ મેચ રમશે, જેની શરૂઆત ODI સિરીઝથી થશે. ODI અને T20 સિરીઝની એક-એક મેચ MCG ખાતે રમાશે જ્યારે બાકીની બધી મેચો અલગ-અલગ સ્ટેડિયમમાં રમાશે. આ બધી મેચોમાં, સ્ટેડિયમની અંદરના ભારતીય ફેન ઝોનની બધી ટિકિટો વેચાઈ ગઈ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના એક્ઝિક્યુટિવ જનરલ મેનેજર જોએલ મોરિસન, જે ઈવેન્ટ્સ અને ઓપરેશન્સ પણ જુએ છે, તેણે જણાવ્યું હતું કે, "અમને ખૂબ આનંદ છે કે ભારતીય ફેન ઝોનની બધી ટિકિટો વેચાઈ ગઈ છે. આ સિરીઝ માટે વધતો ઉત્સાહ અને ક્રિકેટ પ્રત્યે પ્રેક્ષકોનો જુસ્સો દર્શાવે છે. અમે એક રોમાંચક સિરીઝની અપેક્ષા રાખી શકીએ છીએ, જેમાં ફેન્સને પણ ખૂબ આનંદ આવશે."

આ બંને સ્ટેડિયમની બધી જાહેર ટિકિટો પણ વેચાઈ ગઈ છે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં, એમ પણ જણાવ્યું હતું કે ભારતીય ફેન ઝોનની ટિકિટો વેચાઈ ગઈ છે, પરંતુ સિડનીમાં યોજાનારી ODI મેચ સિવાય કેનબેરાના મનુકા ઓવલ ખાતે T20 મેચની બધી જાહેર ટિકિટો પણ વેચાઈ ગઈ છે. ભારતીય ટીમે ODI સિરીઝની પહેલી મેચ 19 ઓક્ટોબરે રમવાની છે, જ્યારે બાકીની 2 મેચ 23 અને 25 ઓક્ટોબરે રમવાની છે. આ પછી, 5 મેચની T20 સિરીઝ 29 ઓક્ટોબરથી શરૂ થશે અને છેલ્લી મેચ 8 નવેમ્બરે રમાશે.