Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Can Abhishek Sharma break Virat Kohli's 9-year-old record

IND vs SA / 4 મેચ, 99 રન... શું અભિષેક શર્મા તોડી શકશે વિરાટ કોહલીનો 9 વર્ષ જૂનો રેકોર્ડ?

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2025
લાઇવ ટીવીGoogle News
IND vs SA / 4 મેચ, 99 રન... શું અભિષેક શર્મા તોડી શકશે વિરાટ કોહલીનો 9 વર્ષ જૂનો રેકોર્ડ?
સોર્સ : GSTV

T20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારતીય ટીમ ઉત્તમ ફોર્મમાં હોય તેવું લાગે છે. એશિયા કપ અને ઓસ્ટ્રેલિયામાં T20I સિરીઝ જીત્યા પછી, ભારતીય ટીમે હવે સાઉથ આફ્રિકા સામે મજબૂત શરૂઆત કરી છે. ભારતીય ટીમે સિરીઝની પહેલી મેચમાં સાઉથ આફ્રિકાને 101 રનથી હરાવ્યું હતું. આ જીત સ્ટાર ઓપનર અભિષેક શર્માની નિષ્ફળતા છતાં મળી, જે મેચમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયો હતો. પરંતુ હવે જ્યારે તે મેદાન પર ઉતરશે, ત્યારે તે માત્ર વિસ્ફોટક ઈનિંગ રમવાનો જ નહીં, પરંતુ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવાનો પણ પ્રયાસ કરશે.

App Store

શું અભિષેક તેના હોમ ગ્રાઉન્ડ પર ચમકશે?

9 ડિસેમ્બરે કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે T20I સિરીઝની પહેલી મેચમાં અભિષેક શર્માનું બેટ નહતું ચાલ્યું, તેણે 12 બોલમાં ફક્ત 17 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તે લયમાં નહતો દેખાતો અને બધા ટોપ ઓર્ડર બેટ્સમેનોની જેમ, તે મુક્તપણે રમવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. જોકે, હાર્દિક પંડ્યાએ મેદાનમાં આવીને તોફાની ઈનિંગ રમી અને ટીમને એવા સ્કોર સુધી પહોંચાડી જે સાઉથ આફ્રિકા માટે અશક્ય સાબિત થયો.

પરંતુ પ્રથમ મેચમાં તેની નિષ્ફળતા છતાં અભિષેક શર્મા બીજી T20Iમાં ભારતીય ટીમ માટે મ્હત્ત્પૂર્ણ બેટ્સમેન સાબિત થઈ શકે છે. આનું કારણ એ છે કે 11 ડિસેમ્બરે યોજાનારી આ મેચ ચંદીગઢના મુલ્લાનપુર ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે, જે એક રીતે અભિષેકનું હોમ ગ્રાઉન્ડ છે. બીજું, આ ગ્રાઉન્ડ પર રન બનાવવા કટક જેટલા મુશ્કેલ નહીં હોય અને અહીં તે બેટથી જલવો દેખાડી શકે છે.

વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવા પર નજર

હવે રેકોર્ડ વિશે વાત કરીએ. અભિષેક શર્માએ ગયા વર્ષથી ક્રિકેટ જગતમાં હલચલ મચાવી છે અને આ વર્ષે પણ તેણે રેકોર્ડ તોડવાનું ચાલુ રાખ્યું છે. અભિષેક સૌથી ઓછા બોલમાં 1000 T20 આંતરરાષ્ટ્રીય રન બનાવવાનો રેકોર્ડ પહેલાથી જ પોતાના નામે કરી ચૂક્યો છે, હવે તે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવાની નજીક છે. અભિષેક પાસે આ વર્ષે ફક્ત ચાર T20I મેચ બાકી છે અને જો તે આ ચાર મેચોમાં 99 રન બનાવે છે, તો તે વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તોડી નાખશે.

વિરાટ કોહલીએ 2016માં 29 T20 ઈનિંગ્સમાં 1614 રન બનાવ્યા હતા. આ એક વર્ષમાં T20 ક્રિકેટમાં કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. અભિષેક શર્મા આ વર્ષે 37 ઈનિંગ્સમાં 1516 રન બનાવી ચૂક્યો છે. તેથી, જો તે આગામી 4 મેચોમાં 99 રન બનાવે છે, તો તે વિરાટનો રેકોર્ડ તોડી નાખશે. અભિષેક જેવી વિસ્ફોટક બેટિંગ કરે છે તે દર્શાવે છે કે તે આ રેકોર્ડ તોડી શકે છે.