Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Big change in the BCCI team before the series against Australia, the responsibility of the head coach entrusted to this veteran

VIDEO: ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ પહેલાં BCCIની ટીમમાં મોટો ફેરફાર, આ દિગ્ગજને સોંપી હેડ કોચની જવાબદારી

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઓસ્ટ્રેલિયા-A સામે 22 સપ્ટેમ્બરથી શરૂ થનારી આગામી ઘરેલુ શ્રેણી માટે બીસીઆઈએ એક મહત્વનો નિર્ણય લીધો છે. BCCIએ ભારતના પૂર્વ ફાસ્ટ બોલર લક્ષ્મીપતિ બાલાજીને ઇન્ડિયા-A ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. પુડુચેરીમાં રમાનારી આ હાઈ-પ્રોફાઈલ સિરીઝમાં 2 મલ્ટી-ડે મેચ અને 3 લિસ્ટ-A વન-ડે  મેચ રમાશે, જેમાં ભારતીય ટીમ બંને ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન હેઠળ મેદાનમાં ઉતરશે. લક્ષ્મીપતિ બાલાજી ભારત તરફથી ત્રણેય ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. તેમણે વર્ષ 2002માં પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી અને વર્ષ 2012માં ભારત માટે છેલ્લી મેચ રમ્યા હતા. બાલાજી છેલ્લા એક દાયકાથી કોચિંગ ક્ષેત્રે સક્રિય છે. તેઓ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ જેવી સફળ ટીમોના બોલિંગ કોચ તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે.

App Store