VIDEO: ઓસ્ટ્રેલિયાના પ્રીમિયરે રમ્યો ગલી ક્રિકેટ
સોર્સ : gstv
ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ ના પ્રીમિયર ક્રિસ મિન્સે ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીના માયાપુરી સ્થિત આશા કમ્યુનિટી સેન્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનીય બાળકો સાથે ઉત્સાહભેર ગલી ક્રિકેટ રમીને સમય વિતાવ્યો હતો. તેમણે આ અનુભવને અત્યંત પ્રેરણાદાયી અને વિનમ્ર ગણાવતા બાળકોના ઉત્સાહ અને હિંમતની પ્રશંસા કરી હતી. દ્વિપક્ષીય વેપાર શિક્ષણ અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાના હેતુથી ચાર દિવસીય ભારત પ્રવાસે આવેલા ઓસ્ટ્રેલિયન પ્રીમિયરે સ્થાનિક પરિવારજનો અને બાળકો સાથે મુલાકાત કરી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના મજબૂત લોકસંબંધોનો સંદેશ આપ્યો હતો.

