Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : BCCI expels player for age fraud, replaces Indian team for series against Australia

BCCIએ ઉંમરની છેતરપિંડી બદલ ખેલાડીને બહાર કર્યો, ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે બદલાઈ ભારતીય ટીમ

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
BCCIએ ઉંમરની છેતરપિંડી બદલ ખેલાડીને બહાર કર્યો, ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે બદલાઈ ભારતીય ટીમ
સોર્સ : gstv

BCCIએ ઉંમરની છેતરપિંડીને કારણે ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમ સામેની ODI અને મલ્ટી-ડે સિરીઝ માટે રોહિત યાદવને ટીમમાંથી બહાર કરી દીધો છે. બોર્ડે એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે જુનિયર ક્રિકેટ સમિતિએ રોહિતની જગ્યાએ ભારત અંડર-19 ODI ટીમમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના આર્યન સવાસાની અને મલ્ટી-ડે ટીમમાં હરિયાણા ક્રિકેટ એસોસિએશનના તન્મય બલોદાને સ્થાન આપ્યું છે.

App Store

ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) એ એજ-ગ્રુપ ક્રિકેટમાં બંગાળનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા રોહિત યાદવની તપાસ કરી છે અને જાણવા મળ્યું છે કે તેનીમાં ઉંમર 27 મહિનાનું અંતર છે. તેના જન્મના વર્ષમાં ત્રણ વખત ફેરફાર કરવામાં આવ્યો હતો. તે તાજેતરમાં શ્રીલંકા પ્રવાસ પર ભારત અંડર-19 ટીમ સાથે ગયો હતો.

BCCIએ શું કહ્યું?

BCCIએ તેના નિવેદનમાં કહ્યું, "રોહિત યાદવને રાજકોટ અને અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની મેચો માટે ભારત અંડર-19 ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ વય સંબંધિત વિસંગતતાને કારણે તેને ટીમમાંથી દૂર કરવામાં આવ્યો છે."

ODI માટે ભારતની અપડેટેડ અંડર-19 ટીમ

લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), યશવર્ધન ચૌહાણ (વાઈસ-કેપ્ટન), રજત બઘેલ (વિકેટકીપર), આર્યવીર સેહવાગ, વી.કે. વિનીત, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનાલ ચૌહાણ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), વી. યશવીર, શાવિન વિનોદ, મોહિત ઉલવા, ચિગુરુપતિ વેંકટ, કાવ્યા પટેલ, આર્યન સવાસાની.

મલ્ટી મેચો માટે ભારતની અપડેટેડ અંડર-19 ટીમ

યશવર્ધન ચૌહાણ (કેપ્ટન), લક્ષ્ય રાયચંદાની (વાઈસ-કેપ્ટન), સાગર વિર્ક, કુશાગ્ર ઓઝા, મનાલ ચૌહાણ, કુશ પટેલ, માનવ ક્રિષ્ના (વિકેટકીપર), અભિપ્રાય બિસ્વાસ (વિકેટકીપર), ઈશાન ઓમ, અયાન અકરમ, પ્રણવ રાઘવેન્દ્ર, પ્રિયાંશુ સિંઘ, મોહિત ઉલ્વા, આર્યન યાદવ, તન્મય બલોદા.

ભારત અંડર-19 વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા અંડર-19 વનડે શેડ્યૂલ

ODI સિરીઝની પહેલી મેચ 18 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે. બીજી મેચ 21 સપ્ટેમ્બરે અને ત્રીજી મેચ 23 સપ્ટેમ્બરે રમાશે. ત્રણેય ODI મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે.

મલ્ટી-ડે સિરીઝ શેડ્યૂલ

ભારત અંડર-19 અને ઓસ્ટ્રેલિયા અંડર-19 બે મલ્ટિ-ડે મેચ રમશે. પહેલી મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે શરૂ થશે. બીજી મેચ 5 ઓક્ટોબરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.