Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Bhuvneshwar Kumar created history,achieved a great feat in T20 cricket

VIDEO: ભુવનેશ્વર કુમારે રચ્યો ઈતિહાસ, T20 ક્રિકેટમાં કર્યું મોટું કારનામું; બુમરાહને પાછળ છોડ્યો

Timeછેલ્લું અપડેટ : 01 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL 2026માં ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સ્વીંગ કિંગ ભુવનેશ્વર કુમારે ઈતિહાસ રચી દીધો. ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં સાઈ સુદર્શનની વિકેટ લેતાની સાથે જ ભુવી T20 ક્રિકેટમાં 350 વિકેટ પૂરી કરનારો ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે. આ યાદીમાં તે લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પછી બીજા ક્રમે છે.

App Store

પર્પલ કેપ પર પણ કબજો 

ગુરુવારે રમાયેલી મેચમાં ભુવનેશ્વર કુમારે પોતાની જૂની લય બતાવતા 4 ઓવરમાં માત્ર 28 રન આપીને 3 મહત્ત્વની વિકેટ ઝડપી હતી. તેણે સાઈ સુદર્શન ઉપરાંત વિસ્ફોટક બેટિંગ કરી રહેલા શુભમન ગિલ અને જોસ બટલરને પવેલિયન ભેગા કર્યા હતા. આ શાનદાર પ્રદર્શન સાથે ભુવીએ IPL 2026માં કુલ 17 વિકેટ સાથે ‘પર્પલ કેપ’ પર પણ કબજો જમાવી લીધો છે.

બુમરાહ અને ચહલ સાથેની સ્પર્ધા

T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલર્સની યાદીમાં યુઝવેન્દ્ર ચહલ 391 વિકેટ સાથે ટોચ પર છે. ભુવનેશ્વર કુમારે પોતાની 325મી મેચમાં 350 વિકેટનો આંકડો પાર કર્યો છે. બીજી તરફ, જસપ્રીત બુમરાહ 278 મેચમાં 347 વિકેટ સાથે ત્રીજા ક્રમે છે. જોકે, બુમરાહ સૌથી ઓછી મેચમાં આ આંકડા સુધી પહોંચનારો બોલર છે.

રજત પાટીદારની વિકેટ પર વિવાદ

આ મેચ દરમિયાન RCBના કેપ્ટન રજત પાટીદારની વિકેટને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. અરશદ ખાનના બોલ પર જેસન હોલ્ડરે ડાઈવ લગાવીને કેચ ઝડપ્યો હતો. લાઈવ મેચમાં એવું લાગતું હતું કે બોલ જમીન પર અડ્યો છે, પરંતુ અમ્પાયરે આઉટ આપતા RCBના ખેલાડીઓ અને અમ્પાયર વચ્ચે ઉગ્ર દલીલો જોવા મળી હતી.