Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : BCCI's reaction on Abrar Ahmed Sunrisers Leeds Kavya Maran controversy

VIDEO: પાકિસ્તાની ક્રિકેટર અબરાર અહમદને ખરીદવા પર વિવાદમાં કાવ્યા મારન, હોબાળા વચ્ચે BCCIએ તોડ્યું મૌન

Timeછેલ્લું અપડેટ : 13 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઈંગ્લેન્ડમાં રમાનારી 'ધ હન્ડ્રેડ' લીગની હરાજીમાં પાકિસ્તાની લેગ સ્પિનર અબરાર અહમદને સનરાઈઝર્સ લીડ્સે ખરીદતા સોશિયલ મીડિયા પર મોટો વિવાદ પેદા થયો છે. આ ફ્રેન્ચાઈઝીની માલિકી ઉદ્યોગપતિ કલાનિધિ મારનના 'સન ગ્રુપ' પાસે છે અને તેની CEO તેમની પુત્રી કાવ્યા મારન છે, જે IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદની પણ કમાન સંભાળે છે. પાકિસ્તાની ખેલાડીની પસંદગી થતા જ સોશિયલ મીડિયા પર કાવ્યા મારન અને સનરાઈઝર્સના બહિષ્કારની માંગ ઉઠી છે.

App Store

2.34 કરોડની બોલી

અબરાર અહમદની બેઝ પ્રાઈઝ આશરે 92.5 લાખ રૂપિયા હતી. તેને ખરીદવા માટે સનરાઈઝર્સ લીડ્સ અને ટ્રેન્ટ રોકેટ્સ વચ્ચે ભારે રસાકસી જામી હતી. અંતે સનરાઈઝર્સે 1,90,000 પાઉન્ડ (આશરે 2.34 કરોડ રૂપિયા) ની મોટી કિંમત ચૂકવી તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ સાથે જ અબરાર કોઈપણ ભારતીય માલિકીની ટીમમાં રમનાર પ્રથમ પાકિસ્તાની ખેલાડી બની ગયો છે.

BCCIએ શું કહ્યું?

વિવાદ વધતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, "આ બાબત અમારા અધિકાર ક્ષેત્રમાં નથી આવતી. આ એક વિદેશી લીગનો મામલો છે અને તે લીગે જ આ અંગે નિર્ણય લેવાનો હોય છે. આમાં BCCI કંઈ ન કરી શકે."

હેડ કોચ ડેનિયલ વેટોરીનો બચાવ

ટીમના હેડ કોચ ડેનિયલ વેટોરીએ આ નિર્ણય પાછળનું ટેકનિકલ કારણ આપતા જણાવ્યું કે, તેમની પ્રથમ પસંદગી ઈંગ્લેન્ડનો આદિલ રશીદ હતો, પરંતુ તેને સાઉધર્ન બ્રેવે ખરીદી લીધો. ટીમને એક ક્વોલિટી સ્પિનરની જરૂર હતી, જેના માટે અબરાર અહમદ શ્રેષ્ઠ વિકલ્પ હતો. રડારમાં બાંગ્લાદેશનો રિશાદ હુસૈન અને પાકિસ્તાનનો ઉસ્માન તારિક પણ હતા. વેટોરીએ સ્પષ્ટતા કરી કે, હરાજી પહેલા પાકિસ્તાની ખેલાડીઓને ન લેવા અંગે મેનેજમેન્ટમાં કોઈપણ પ્રકારની ચર્ચા નહતી થઈ.

સનરાઈઝર્સ લીડ્સનું X (ટ્વિટર) એકાઉન્ટ સસ્પેન્ડ

આ વિવાદ વચ્ચે સનરાઈઝર્સ લીડ્સનું સત્તાવાર X એકાઉન્ટ સસ્પેન્ડ થતા રહસ્ય ઘેરાયું છે. જોકે, આ સસ્પેન્શન પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું, પરંતુ ભારતમાં થઈ રહેલા વિરોધ સાથે તેને જોડીને જોવામાં આવી રહ્યું છે. વેટોરીના મતે અબરારની બોલિંગમાં રહેલી વૈવિધ્યતા હેડિંગ્લેના મેદાન પર ટીમ માટે ફાયદાકારક સાબિત થશે.