Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Axar Patel ruled out of remaining T20I series against South Africa

IND vs SA / ચોથી T20I પહેલા ભારતીય ટીમને લાગ્યો ઝટકો, સિરીઝમાંથી બહાર થયો અક્ષર પટેલ

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2025
લાઇવ ટીવીGoogle News
IND vs SA / ચોથી T20I પહેલા ભારતીય ટીમને લાગ્યો ઝટકો, સિરીઝમાંથી બહાર થયો અક્ષર પટેલ
સોર્સ : GSTV

ભારતના ઓલરાઉન્ડર અક્ષર પટેલ તબિયત ખરાબ હોવાના કારણે ભારત અને સાઉથ આફ્રિકા T20I સિરીઝની બાકીની 2 મેચમાંથી બહાર થઈ ગયો છે. અક્ષરે ધર્મશાલામાં રમાયેલી ત્રીજી T20I મેચમાં ભાગ નહતો લીધો અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે (15 ડિસેમ્બર) પુષ્ટિ કરી કે તે સિરીઝમાં આગળ કોઈપણ મેચ નહીં રમે.

App Store

સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલ આ સિરીઝમાં છેલ્લી વખત બીજી T20માં રમ્યો હતો, જ્યાં તેને બેટિંગ માટે નંબર 3 પર પ્રમોટ કરવામાં આવ્યો હતો. જોકે, અક્ષર પટેલ મુશ્કેલ પરિસ્થિતમાં ભારતને મદદ ન કરી શક્યો અને ટીમને મુલ્લાનપુરમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

બીમાર હોવાના કારણે અક્ષર બહાર

અક્ષર પટેલને 2026માં થનારા T20 વર્લ્ડ કપ માટે ભારતના મુખ્ય ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે, આ ટુર્નામેન્ટની યજમાની ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરશે. તેની બીમારી એવા સમયે આવી છે, જ્યારે ભારતીય ટીમ મેનેજમેન્ટ ટુર્નામેન્ટ માટે ટીમને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે.

કયા ખેલાડીને સ્થાન મળ્યું?

અક્ષર પટેલના સ્થાને બંગાળના શાહબાઝ અહેમદનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચાલુ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અત્યાર સુધીમાં ચાર વિકેટ લેનાર શાહબાઝને અક્ષરનો વિકલ્પ માનવામાં આવે છે. લેફ્ટ આર્મ સ્પિનર ​​હાલમાં ઘરેલુ ક્રિકેટમાં ઉત્તમ ફોર્મમાં છે.

શું કુલદીપ અક્ષરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપશે?

અક્ષર પટેલની ગેરહાજરીમાં કુલદીપ યાદવને ત્રીજી T20I માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. કુલદીપે ઈનિંગની અંતિમ ઓવરમાં બે વિકેટ લઈને સાઉથ આફ્રિકાને 20 ઓવરમાં ફક્ત 117 રન પર રોકી રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

અભિષેક શર્માએ પાવરપ્લેમાં ભારતને મજબૂત શરૂઆત અપાવતા ટાર્ગેટને સરળ બનાવ્યો હતો. અભિષેકના 18 બોલમાં 35 રન બાદ ભારતીય ઈનિંગ ધરાશાયી થઈ હતી, પરંતુ યજમાન ટીમે 15.5 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધી હતો.

છેલ્લી બે T20I મેચ લખનૌ અને અમદાવાદમાં રમાશે. ત્રણ મેચ પછી ભારત સિરીઝમાં 2-1થી આગળ છે. અત્યાર સુધીની ત્રણેય મેચ એકતરફી રહી છે. સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમે આ વાત સ્વીકારી અને કહ્યું કે સાઉથ આફ્રિકા સીરિઝમાં ટકી રહેવા માટે દબાણની સ્થિતિમાં વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.