Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Asian Games: Indian men's team beats Iran to win gold in Kabaddi

VIDEO: એશિયન ગેમ્સ: ઈરાનને હરાવી ભારતીય મેન્સ ટીમનો કબડ્ડીમાં ગોલ્ડ

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

એશિયન ગેમ્સમાં ભારતને કબડ્ડીમાં બીજો ગોલ્ડ મળ્યો. પુરુષ કબડ્ડી ટીમે ફાઇનલમાં ઈરાનને 40-34થી હરાવીને અદભુત પ્રદર્શન કર્યું. સ્પર્ધા ખૂબ જ રોમાંચક રહી. પહેલા હાફમાં ઈરાને સરસાઈ મેળવી લીધી હતી. ત્યારબાદ બીજા હાફમાં ટીમ ઈન્ડિયા તરફથી શાનદાર વાપસી જોવા મળી. એક સમયે ભારતે ઈરાનને ઓલઆઉટ પણ કરી દીધું હતું. આ પછી ટીમે પાછળ જોયું નહીં.. પ્રથમ હાફ એટલે કે શરૂઆતની 20 મિનિટમાં ઈરાને 18-17થી લીડ મેળવી લીધી હતી. પરંતુ બીજા હાફમાં ભારતીય ટીમે 23-16નો સ્કોર કરીને મેચ પોતાના નામે કરી લીધી. અંતિમ હાફમાં ઓલઆઉટ થયા બાદ ઈરાનની ટીમ દબાણમાં જોવા મળી હતી. ભારતે આ જ વાતનો ફાયદો ઉઠાવીને કમાલ કરી બતાવી. આ હાફમાં ભારત તરફથી શાનદાર ડિફેન્સ જોવા મળ્યું હતું. ૧૯૯૦ થી ૨૦૨૬ સુધી રમાયેલી એશિયન ગેમ્સની ૧૦ ઇવેન્ટમાં ભારતની પુરુષ કબડ્ડી ટીમે ૯ વખત ગોલ્ડ મેડલ પર કબજો કર્યો છે. માત્ર ૨૦૧૮માં ભારતીય પુરુષ ટીમ ગોલ્ડ જીતવામાં ચૂકી ગઈ હતી.

App Store