VIDEO: એશિયન ગેમ્સ: ત્રણ ગોલ્ડ મેડલ સાથે ભારતીય તિરંદાજોનો દબદબો
સોર્સ : gstv
એશિયન ગેમ્સમાં 12મા દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન યથાવત રહ્યું. તીરંદાજીમાં મહિલા કંપાઉન્ડ ટીમે ફાઇનલમાં ચીનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યોતિ સુરેખા વેન્નમ, પૃથિકા પ્રદીપ અને તનિપાર્થી ચિકિતાની ટીમે યાદગાર ગોલ્ડ જીત્યો. આ સિવાય, કંપાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ચિકિતા અને સાહિલની જોડીએ દક્ષિણ કોરિયાને માત આપીને ભારતને દિવસનો બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સાથે ભારતનો એશિયન ગેમ્સમાં આ 8મો ગોલ્ડ મેડલ બન્યો છે

