VIDEO: એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા રિલે ટીમે ગોલ્ડ જીત્યો
સોર્સ : gstv
ભારતીય મહિલા ફોર બાય ફોર હન્ડ્રેડ મીટર રિલે ટીમે એશિયન ગેમ્સમાં દેશને એથ્લેટિક્સનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો. આ દિવસ નીરુ ઢાંડાના ઐતિહાસિક ટ્રેપ ટાઇટલ અને ગુલવીર સિંહના ત્રીજા વ્યક્તિગત મેડલ માટે પણ યાદગાર રહ્યો. કિરણ, માચેત્તિરા પુવમ્મા, પ્રાચી અને વિથ્યા રામરાજની ટીમે રિલે ફાઇનલમાં 3 મીનિટ અને 29.69 સેકન્ડમાં રેસ પૂર કરી બહરીનને હરાવ્યું. આ સિવાય ભારતે મિક્સ્ડ ફોર બાય ફોર હન્ડરેડ મીટર રિલેમાં પણ બ્રોન્ઝ મેડલ સુરક્ષિત કર્યો, મહિલાઓની 4x400 મીટર ફાઇનલમાં ભારતીય ટીમે બહરીન કરતાં 0.52 સેકન્ડનું અંતર જાળવી ગોલ્ડ પોતાના નામે કર્યો. જ્યારે ચીનની ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો. આ જીત સાથે, મહિલાઓની 400 મીટર હર્ડલ્સમાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ વિથ્યાને વધુ એક પોડિયમ ફિનિશ મળ્યું.

