Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Arshdeep Singh got into controversy over savage reply to fan

VIDEO: અર્શદીપ સિંહની સ્નેપચેટપર પોસ્ટ પર થયો વિવાદ, લખ્યું હતું- 'ચિપ્સ-કોલ્ડ્રિંક્સના પૈસા માંગનારા...'

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL 2026માં પંજાબ કિંગ્સ (PBKS) નો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ હાલમાં સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં છે. અર્શદીપ મેદાન પર પોતાના પ્રદર્શન કરતાં મેદાનની બહારની હરકતો અને વિવાદોને કારણે વધુ લાઈમલાઈટમાં આવી રહ્યો છે, જેના લીધે તેના પર સતત સવાલો ઊઠી રહ્યા છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા પર એક ફેનની પોસ્ટ પર આપેલા આકરા રિએક્શન બાદ નવો વિવાદ છેડાયો છે.

App Store

ફેનની કમેન્ટ પર અર્શદીપનો વિવાદાસ્પદ જવાબ

IPLમાં પંજાબ ટીમની નબળી રમત અને સતત ખરાબ પ્રદર્શનથી નારાજ થઈને એક ક્રિકેટ ફેને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, 'પંજાબનું નામ IPLમાંથી હટાવી દો, તમે લોકો અમારી બેઇજ્જતી કરાવી રહ્યા છો.' ફેનની આ કમેન્ટ પર અર્શદીપ સિંહ પોતાનો ગુસ્સો કાબૂમાં ન રાખી શક્યો. તેણે સ્નેપચેટ (Snapchat) પર આ ફેનને વળતો જવાબ આપતા લખ્યું કે, 'તમે પંજાબ માટે શું કર્યું છે, સિંહ સાહેબ? જે લોકો આજે પણ ઘરના સભ્યો પાસે ચિપ્સ અને કોલ્ડ ડ્રિંક્સના પૈસા માંગે છે, તેઓ મને પંજાબ પર સલાહ ન આપે.'

સોશિયલ મીડિયા પર ફેન્સ સામસામે, પ્રોફેશનલ બિહેવિયર પર સવાલો

અર્શદીપ સિંહનો આ જવાબ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ ગયો છે અને તેને લઈને યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક ફેન્સ અર્શદીપના સમર્થનમાં આવ્યા છે અને તેમનું કહેવું છે કે ખેલાડીઓને પણ સતત ટ્રોલિંગ અને વ્યક્તિગત હુમલાઓનો સામનો કરવો પડે છે, તેથી તેનો ગુસ્સો વાજબી છે. જોકે, મોટી સંખ્યામાં લોકો અર્શદીપના આ વર્તનથી નારાજ છે. યૂઝર્સનું માનવું છે કે એક ઇન્ટરનેશનલ ક્રિકેટર હોવાના નાતે અર્શદીપે કોઈ ફેનની આર્થિક સ્થિતિની મજાક ઉડાવવી જોઈતી નહોતી. સોશિયલ મીડિયા પર હવે આ મામલે મોટી ચર્ચા જાગી છે, જ્યાં એકતરફ ખેલાડીના ફ્રસ્ટ્રેશનને સમજવાની વાત થઈ રહી છે, તો બીજીતરફ તેના પ્રોફેશનલ બિહેવિયર સામે આંગળી ચીંધવામાં આવી રહી છે.

તિલક વર્મા પર રંગભેદી ટિપ્પણીનો પણ આક્ષેપ

અર્શદીપ સિંહ માટે આ કોઈ પહેલો વિવાદ નથી, તે આ પહેલાથી જ વિવાદોમાં ઘેરાયેલો છે. તાજેતરમાં જ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી તિલક વર્મા પર તેણે કથિત રીતે કરેલી 'ઓય અંધેરે' વાળી રંગભેદી ટિપ્પણીને કારણે ફેન્સ તેના પર ભારે રોષે ભરાયેલા છે. આ આખી IPL સીઝન દરમિયાન અર્શદીપ ક્રિકેટ ગ્રાઉન્ડ કરતાં ગ્રાઉન્ડની બહાર પોતાની આવી વિવાદાસ્પદ હરકતોને કારણે વધુ ચર્ચામાં રહ્યો છે.

IPL 2026માં અર્શદીપનું પ્રદર્શન

જો ચાલુ IPL સિઝનમાં અર્શદીપ સિંહના પ્રદર્શનની વાત કરીએ તો તે ખૂબ જ ઉતાર-ચઢાવવાળું એટલે કે મિશ્ર રહ્યું છે. તેણે અત્યાર સુધી રમાયેલી 13 મેચોમાં 12 વિકેટ ઝડપી છે. જોકે, આ દરમિયાન રન રોકવામાં તે ઘણો મોંઘો સાબિત થયો છે અને તેનો ઇકોનોમી રેટ 9.69નો રહ્યો છે. બોલિંગમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન ન હોવા છતાં સોશિયલ મીડિયા પર તેના વિવાદો સતત વધી રહ્યા છે.