Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Ajit Agarkar wants to leave chief selector post of BCCI

ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત અગરકરની વિદાય નક્કી! BCCIને જણાવી તેના દિલની વાત; જાણો AGMની વિગતો

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત અગરકરની વિદાય નક્કી! BCCIને જણાવી તેના દિલની વાત; જાણો AGMની વિગતો
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટ ટીમ અંગે એક મોટી અને મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. BCCI (ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ) હવે નવા ચીફ સિલેક્ટરની શોધમાં છે. વર્તમાન ચીફ સિલેક્ટર અજિત અગરકરે બોર્ડના સિનિયર અધિકારીઓને જાણ કરી છે કે તે હવે આ પદ પર નથી રહેવા માંગતો.

App Store

અગરકરની નજીકના એક સૂત્રએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે તેણે BCCIને આ પદ પર રહેવાની તેમની અનિચ્છા અંગે પહેલાથી જ જાણ કરી દીધી છે.

અગાઉ શુક્રવારે BCCIએ તેની AGM (વાર્ષિક સામાન્ય સભા) યોજી હતી. AGM દરમિયાન, BCCIએ અધિકારીઓનને અગરકરના ભવિષ્ય અંગે નિર્ણય લેવાની મંજૂરી આપી હતી. મીટિંગ દરમિયાન અગરકર સૌથી વધુ ચર્ચાનો વિષય હતો, તેનો કાર્યકાળ 4 ઓક્ટોબરે સમાપ્ત થાય છે.

મીટિંગના અંતે, BCCIના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે અધિકારીઓને હવે પસંદગી સમિતિઓ સંબંધિત બાબતો પર નિર્ણય લેવા માટે સત્તા આપવામાં આવી છે.

BCCI ની 95મી AGMમાં તેના સંલગ્ન રાજ્ય સભ્ય બોર્ડે હાજરી આપી હતી, જેમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી (ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ) અને ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદ (કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન) નો સમાવેશ થાય છે.

સિનિયર સિલેક્શન કમિટીના અધ્યક્ષના ભવિષ્યની સાથે BCCI જુનિયર સિલેક્શન કમિટીમાં તમામ પાંચ જગ્યાઓ ભરવાનું પણ વિચારી રહ્યું છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે બોર્ડને જુનિયર સિલેક્શન કમિટી માટે મોટી સંખ્યામાં અરજીઓ મળી છે અને 15 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

શું ભારતીય ફિલ્ડિંગ કોચ શુભદીપ ઘોષને દૂર કરવામાં આવશે?

સૈકિયાએ કહ્યું કે વર્તમાન ભારતીય ફિલ્ડિંગ કોચ શુભદીપ ઘોષની નિમણૂક ટૂંકા ગાળા માટે છે, પરંતુ તેમના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવશે. તેમણે કહ્યું કે અંતિમ નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી.

વાનખેડે ખાતે ટેસ્ટ ક્યારે યોજાશે?

રાજ્ય સંસ્થા સચિવ ઉન્મેશ ખાનવિલકરે મુંબઈ ક્રિકેટ એસોસિએશન માટે ટેસ્ટ મેચની માંગ કરી હતી. પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં ટેસ્ટ મેચનું આયોજન થયાને લગભગ બે વર્ષ થઈ ગયા છે, જે છેલ્લી 2024 ના અંતમાં ન્યુઝીલેન્ડ સામે હતી. જોકે, આગામી વર્ષની શરૂઆતમાં યોજાનારી પ્રથમ વિમેન્સ ચેમ્પિયન્સ લીગ અને વિમેન્સ પ્રીમિયર લીગના કેટલાક ભાગો જેવી મેચો સાથે ક્રિકેટ આ સ્થળે પાછું ફરી રહ્યું છે.

રાંચીથી BGT ટેસ્ટ ખસેડવા અંગે કોઈ નિર્ણય નથી

ઝારખંડ રાજ્ય ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરભ તિવારીએ ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ રાંચીથી ખસેડવાની કોઈ જાણકારી હોવાનો ઇનકાર કર્યો હતો. તિવારીએ કહ્યું કે AGMમાં આ અંગે કોઈ ચર્ચા નથી થઈ.

BCCI AGMમાં શું નિર્ણયો લેવામાં આવ્યા?

જનરલ બોડીએ અમ્પાયરો અને મેચ રેફરી માટે સુધારેલ ચુકવણી માળખું અને ગ્રેડના પુનઃવર્ગીકરણને પણ મંજૂરી આપી હતી. જોકે વિગતો આપવામાં નહતી આવી, હાલમાં, સિનિયર ડોમેસ્ટિક ટુર્નામેન્ટ માટે ટોચના બે ગ્રેડના અમ્પાયરોને અનુક્રમે ₹40,000 અને ₹30,000 પ્રતિ દિવસ મળે છે, જ્યારે T20 રમતો માટે, રકમ ₹20,000 છે. જોકે, A, B, C અને D માટે સુધારેલા પગાર ગ્રેડ ₹60,000, ₹50,000, ₹40,000 અને ₹35,000 પ્રતિ દિવસ રહેશે.

કેટલાક રાજ્ય એકમોમાં ઉંમરની છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવ્યા બાદ, BCCIએ તેની એજ વેરિફિકેશન નીતિને અપડેટ કરી અને અપનાવી. BCCIની જાતીય સતામણી નિવારણ નીતિ હેઠળ નવી BCCI આંતરિક સમિતિની રચના કરવામાં આવી હતી. સૈકિયાએ જણાવ્યું હતું કે ક્રિકેટ આંદામાન અને નિકોબારને એસોસિયેટ સભ્યપદ આપવાનો મામલો કાનૂની મામલાને કારણે મુલતવી રાખવામાં આવ્યો છે.